વેચાણ કરતાં દરેક ધંધાર્થીઓને ફરજીયાતપણે રજીસ્ટ્રેશન કે લાયસન્સ લેવું પડતું હોય છે. આ પ્રકારનો નિયમ હોવા છતાં હળવદ તાલુકામાં અનેક ધંધાર્થીઓ લાઇસન્સ વગર પોતાનો ધંધો બેરોકટોક ચલાવતાં હોય છે. ત્યારે આવા તત્વો સામે હવે હળવદ નગરપાલિકાએ લાલ આંખ કરી છે. અને FSSAI લાયસન્સ વગર ઈંડા,માસ,મટન,મરઘાંનું ગેરકાયદે વેચાણ થતું હોય તેવી જગ્યાઓએ તપાસ આધારે આકરી કાર્યવાહી હાથ ધરી છે.
હળવદ નગરપાલિકા દ્વારા FSSAI લાયસન્સ વગર ઈંડા, માસ, મટન, મરઘાંનું ગેરકાયદે વેચાણ થતું હોય તેવી જગ્યાઓએ તપાસણી કરી 5 જીવિત મરઘીઓ,1 મૃત મરઘી,અખાદ્ય ઇંડાઓ જપ્ત કરાયા છે. જેમાં 5 જીવિત મરઘીઓને પાંજરાપોળ ખાતે મોકલી અપાઈ છે. તેમજ અન્યનો નાશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત આગામી સમયમાં જે ગેરકાયદે દબાણ કરી આવી પ્રવૃતિઓ કરવામાં આવે છે. તેં જગ્યાઓ બે દિવસમાં ખાલી કરવા પણ વેપારીઓને જાણ કરાઈ છે. તેમજ બે દિવસમાં જગ્યાઓ ખાલી કરવામાં નહિ આવે તો નગરપાલિકા દ્વારા નિયમાનુસાર કાર્યવાહી કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, હળવદ પોલીસ લાઈનની બાજુમાં રેલ્વે સ્ટેશન પાસે ગેરકાયદેસર વેચાણ કરતા ઇસમને હળવદ નગરપાલિકાની ટીમે ઝડપી પાડ્યા છે. જે સમગ્ર ઓપરેશનમાં હળવદ નગરપાલિકા ચીફ ઓફિસર તુષાર ઝાલોરિયા, ફાયર ઓફિસર રોહિતભાઈ મહેતા, સેનેટરી ઇન્સ્પેક્ટર કૌશિક પ્રજાપતિ સહિતનો સ્ટાફ જોડાયો હતો. તેમજ આગામી બે દિવસમાં ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવે તો હળવદ નગરપાલિકા દ્વારા ડિમોલેશન કરવામાં આવશે તેવી હળવદ નગરપાલિકા ચીફ ઓફિસરે જણાવ્યું હતું.