મોરબીમાં રવાપર ઘુનડા રોડ ઉપર એપાર્ટમેન્ટમાં રહેતો યુવક કાર લઈને જતો હોય ત્યારે પાછળથી આવેલ કારે તેનો ઓવરટેક કરી યુવકની કાર સાથે કાર અથડાઈ હતી જે બાબતે બે શખ્સો દ્વારા યુવકને ગાળો આપી ઝપાઝપી કરી છરી વડે બંને પગના સાથળમાં બે-બે ઘા મારી ઇજાગ્રસ્ત કર્યો હતો. હાલ ભોગ બનનારની ફરિયાદ પરથી બંને આરોપીઓ સામે પોલીસે ગુનો દાખલ કરી આગળની તપાસ ચલાવી છે.
મળતી માહિતી અનુસાર મોરબીના રવાપર ઘુનડા રોડ ઉપર ક્રિષ્ના સ્કૂલ બાજુમાં મારુતિ એપાર્ટમેન્ટમાં રહેતા દર્શિતભાઇ ચંદ્રેશભાઇ ઓગાણજા ઉવ.૨૧ એ આરોપી આશિષભાઇ હેમંતભાઇ આંદ્રોજા તથા એક અજાણ્યો માણસ વિરુદ્ધ મોરબી એ ડિવિઝન પોલિસ મથકમાં ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે ગત તા.૯ જુલાઈના રાત્રીના ૧૦ વાગ્યાની આસપાસ પોતાના પિતરાઈ ભાઈની FRONX કાર રજી.નં. જીજે-૩૬-એએલ-૦૧૨૦ લઈને દર્શીતભાઈ તેમબ પિતાને અવની ચોકડી પાસે મૂકીને પરત ફરતા હોય ત્યારે રવાપર ગામના તળાવ પાસે પહોંચ્યા ત્યારે એક આઈ-૨૦ કાર દર્શીતભાઈની કારણો ઓવરટેક કરી સાઈડમાં દબાવી હતી. જેથી આઈ-૨૦ કારમાંથી આરોપી આશીષભાઈ ઉતરીને દર્શીતભાઈ સાથે માથાકૂટ કરી કહેલ કે કેમ મારી કાર સાથે કાર અથડાવી ત્યારે દર્શીતભાઈ કઈ બોલ્યા વગર ત્યાંથી પોતાની કાર લઈને ચાલ્યા ગયા હોય.
જેથી આરોપીઓએ દર્શીતભાઈની કારનો પીછો કરી દર્શીતભાઈ રવાપર ઘુનડા ટોડ વૈદેહી પ્લાઝાએ ઉભા રહેતા આરોપી આશીશભાઈ તેમજ તેની સાથેનો અજાણ્યો માણસ દર્શીતભાઈ સાથે ઝપાઝપી કરી છરીના ચાર ઘા બંને પગના સાથળના ભાગે મારી સ્થળ ઉપરથી ચાલ્યા ગયા હતા. ત્યારે દર્શીતભાઈને સારવારમાં મોરબીની ખાનગી હોસ્પિટલે લાઇ જાવસમાં આવ્યા હતા. બનાવ અંગે દર્શીતભાઈની ફરિયાદને આધારે પોલીસે બંને આરોપીઓ સામે ગુનો દસ્ખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.