Monday, November 25, 2024
HomeGujaratસુરત:ભેસ્તાનના ભાણોદ્રા ગામની સિમમા બેરલમાંથી મળેલ મહિલાના મૃતદેહનો ભેદ ઉકેલાયો: પીઆઈએ બેરલ...

સુરત:ભેસ્તાનના ભાણોદ્રા ગામની સિમમા બેરલમાંથી મળેલ મહિલાના મૃતદેહનો ભેદ ઉકેલાયો: પીઆઈએ બેરલ પર લખેલ નંબર પરથી તપાસ શરૂ કરી અને હત્યારો ઝડપાયો

ભેસ્તાન ભાણોદ્રા ગામની સિમમા સચીન થી ડીડોલી જતા કેનાલ રોડની સાઇડમાંથી એક પ્લાસ્ટિકના બેરેલમાં રહેલ સીમેન્ટના ગઠ્ઠામાંથી એક અજાણી મહિલાનો કોહવાઈ ગયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો જે બાબતે ભેસ્તાન પોલીસે ગુન્હો દાખલ કરી અને પીઆઈએ માત્ર બેરલ પર લખેલ નમ્બર ને આધારે તપાસ કરી ને આ મહિલાની હત્યા કેસનો ભેદ ઉકેલી નાખ્યો હતો અને આરોપીને દબોચી લેવાયો હતો.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, ગત તા. ૦૨/૦૭/૨૦૨૪ ના રોજ ભેસ્તાન ભાણોદ્રા ગામની સિમમા સચીન થી ડીડોલી જતા કેનાલ રોડની સાઇડમાંથી એક પ્લાસ્ટિકના બેરેલમાં રહેલ સીમેન્ટના ગઠ્ઠામાંથી એક અજાણી મહીલાની કોહવાયેલ ગયેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.જે બાબતે ભેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો નોંધવામાં આવ્યો હતો.જે અનડીટેકટ હત્યાના ગુનાનો ભેદ ઉકેલી આરોપીને તાત્કાલીક પકડી પાડવા સુરત પોલીસ કમિશ્નરે ભેદ ઉકેલવા સૂચના આઇ ડીવીઝન સુરત શહેરને અપાઈ હતી જે બાબતે પોલીસ ઇન્સ્પેક્ટર વી.એલ.પટેલના માર્ગદર્શન હેઠળ ભેસ્તાન પોલીસ સ્ટેશન સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટ એસ.જી.ચૌહાણ અને ટીમના માણસોની અલગ – અલગ છ ટીમ બનાવી તેમજ ક્રાઇમ બ્રાંચની અલગ અલગ સાત ટીમો બનાવી બનાવવાળી જગ્યાની આજુબાજુના ૨૦૦ થી વધારે સી.સી.ટી.વી કેમેરા ચેક કર્યા તેમજ ૫૦ થી વધુ સોસાયટીઓ ચેક કરાઈ, ૨૦ થી વધારે લેબર કન્ટ્રકસન સાઇટો ચેક કરી, લાશ મળેલ બેરલ ઉપર જી.એ.સી.એલ અને તેના પર બેચ નંબર લખેલ હોય જે બેચ નંબર આધારે સદર કેમીકલનું બેરેલ સુરત ખાતેના વેચાણ સ્થળ અને ખાલી બેરેલ ભંગારમાં વેચાણ થાય તેવા ભંગારના ગોડાઉનના આજુબાજુના વિસ્તારના સી.સી.ટી.વી. કેમેરા ચેક કરી તેમજ ટેકનીકલ વર્કઆઊટ તથા હ્યુમન સોર્સિસના આધારે ભેસ્તાન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ ટીમ વર્ક કરી આરોપી સંજય કરમશીભાઇ પટેલ (ગોપાણી)ને શોધી તેની પુછપરછ કરતા મરણજનાર નામે ધર્મીષ્ઠા કાંતીભાઈ ચૌહાણ તેની પત્ની હોવાનું અને તેની પત્નીને કોઇની સાથે અનૈતીક સંબંધ હોવાની આરોપીને શંકા જતા આરોપીએ એકલતાનો લાભ લઇ તેની પત્નીને પોતાના ઘરે દુપટ્ટા વડે ગળે ટુપો દઈ મોત નીપજાવી પ્લાસ્ટીક ના બેરેલમા મુકી ઉપર સીમેન્ટ નાખી બે દિવસ સુધી પોતાના ઘરમા મુકી રાખી હતી. ત્યાર બાદ અવાવરૂ જગ્યા પર નાખી ગયાની આરોપીએ કબુલાત આપતા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!