અષાઢ અને શ્રાવણ એટલે ભોળાનાથની આરાધના અને જપ-તપનો મહિનો, પરંતુ ભોળાનાથની સાથે સાથે દેવી પાર્વતીની આરાધના તો કેમ ભુલાય? મનગમતો પતિ મેળવવા માટે દેવી પાર્વતીએ જે વ્રત કર્યું, જે વ્રત થકી માતા સીતાને રામજીની પ્રાપ્તિ થઈ તે વ્રત આજે પણ યુવતીઓ એટલી જ શ્રદ્ધાપૂર્વક કરે છે. માતા પાર્વતીની સાથે શિવજીની પૂજા જ્યાં શિરમોર હોય તેવું વ્રત એટલે જયા – પાર્વતીનું વ્રત. ત્યારે બ્રાહ્મણ દીકરીઓનેને જયા પાર્વતીનાં જાગરણમાં અન્ય જગ્યાએ ન જવું પડે તે માટે શ્રી પરશુરામ યુવા ગ્રુપ મોરબી દ્વારા અનોખું આયોજન કરવામાં આવ્યું છે.
શ્રી પરશુરામ યુવા ગ્રુપ મોરબી દ્વારા આવનારા સમયમાં આવી રહેલ જયા પાર્વતીના વ્રત રાત્રિ જાગરણ નિમિત્તે બ્રાહ્મણ દીકરીઓનેને જાગરણમાં અન્ય જગ્યાએ જાગરણ માટે બહાર જવું ના પડે એવા શુભ આશયથી તારીખ 23/07/2024 ને મંગળવાર ના રોજ રાત્રિના 10:30 વાગ્યાથી જાગરણનું આયોજન શ્રી પરશુરામ ધામ નવલખી રોડ મોરબી ખાતે કરવામાં આવ્યું છે. જેમાં દાંડિયા રાસ, રમત ગમત અને ફરાળી નાસ્તાનું આયોજન કરાયું છે. તો બ્રાહ્મણ સમાજની દીકરીઓને સહ પરિવાર સાથે જોડાવવા શ્રી પરશુરામ યુવા ગ્રુપ મોરબી દ્વારા ભાવ ભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.