મોરબીમાં સતત ત્રીજા વર્ષે ઇસ્કોન હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર દ્વારા ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દેશ-વિદેશથી પધારેલ હરિભકતો દ્વારા સંકિર્તન સાથે નગર ભ્રમણ કરશે.
મોરબીનાં ઇસ્કોન સંચાલિત હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર – મોરબી દ્વારા આગામી તારીખ 15/7/2024 ને સોમવારના રોજ મોરબી શહેરમા ભગવાન શ્રી જગન્નાથજીની ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોરબીવાસીઓ તથા આજુ બાજુ ના સર્વે ગામજનોને પધારવા આયોજકો દ્વારા આમંત્રણ પાઠવામાં આવ્યું છે. આ રથયાત્રામાં ભગવાન શ્રી જગન્નાથજી તેમના વિશાળ રથ પર બિરાજમાન થઇને બપોરે 03:00 વાગ્યે મોરબીની જનતાને દર્શન દેવા માટે નીકળશે. જે હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર ( મોર્ડન હોલ ) થઇ દલવાડી સર્કલ – ઉમિયા સર્કલ – અવની ચોકડી – રવાપર ચોકડી – એસ પી રોડ નાકા થી રીટર્ન થઇ – રવાપર ચોકડી – અવની ચોકડી -ઉમિયા સર્કલ – મોર્ડન હોલ (હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર ) પર પધારશે. આ રથ યાત્રામા દેશ વિદેશ થી ભક્તો આવશે જે કીર્તન કરાવશે અને સર્વે રથયાત્રીઓ માટે મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે.