ગુજરાત રાજ્યમાં વરસાદને લઇને વેધરમેન અંકિત પટેલ દ્વારા આગાહી કરતા જણાવ્યું છે કે,મોનસૂન ટ્રફ, જે ગઈ કાલે તા 10 જુલાઈના સવાર સુધીમાં સમાન્ય સ્થિતિ કરતાં દક્ષિણમાં હતો, ક્રમશઃ ઉત્તર તરફ સરકીને આજે ફરી તેની સામાન્ય સ્થિતિમાં આવી ગયેલ છે. મોનસૂન ટ્રફ નો પશ્ચિમ છેડો આગામી 3-4 દિવસ સામાન્ય અથવા સામાન્ય સ્થિતિ કરતાં ઉત્તર તરફ સક્રિય રહેશે.
ઓફ શોર ટ્રફ દક્ષિણ ગુજરાત થી ઉત્તર કેરળ કાંઠા સુધી સક્રિય છે, જે આગામી દિવસોમાં પણ દક્ષિણ ગુજરાત કાંઠા સુધી સક્રિય રહેશે.
દરિયાઈ લેવલની સાપેક્ષમાં 3.6 થી 4.5 km ની ઊંચાઈ વચ્ચે અપર એર સર્કયુલર UAC દક્ષિણ ગુજરાત અને સંલગ્ન વિસ્તારો પર રહેલું છે.