ટાઇલ્સ ખરીદ કરવા ઓનલાઇન કટકે કટકે ચૂકવેલ રૂ.૯૦ હજારથી વધારે ગુમાવ્યા
મોરબીમાં રહેતા વેપારી યુવકને તેના વ્હોટસએપ નંબરમાં ટાઇલ્સ બાબતે ખોટા મેસેજ કરી યુવકનો વિશ્વાસ કેળવી મંગાવેલ ટાઇલ્સના પેમેન્ટ માટે વેપારી યુવકના બેંક ખાતામાંથી બે કટકે રૂ.૯૦,૫૩૫/- મેળવી ટાઇલ્સ નહિ આપી છેતરપિંડી કર્યાની વેપારી યુવક દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર મોરબીના રવાપર રોડ ઉપર લક્ષ્મી સોસાયટી શુભમ હાઇટ્સમાં રહેતા અમીતભાઇ છગનભાઇ દેસાઇ કે જેઓની મોરબી-૨ શકિત ચેમ્બર્સ પાસે શીવાલીક કોમ્પલેક્ષમાં ટાઇલ્સ ટ્રેડિંગ ઓફિસ આવેલી છે ત્યારે ગત તા. ૨૬ એપ્રિલ ૨૦૨૪ ના રોજ અમિતભાઈના વ્હોટસએપમાં ૮૭૭૯૭૬૦૦૩૭ નમ્બરમાંથી મેસેજ આવ્યો હતો જેમાં ટાઇલ્સ ખરીદ કરવા બાબતે મેસેજ હોય ત્યારબાદ આ મોબાઇલ નંબર ઉપરથી અમિતભાઇ કોલ આવ્યો જેમાં અમિતભાઇ સાથે વાત કરી વિશ્વાસ કેળવી ટાઇલ્સ મંગાવી હતી, જે મંગાવેલ માલના રૂપિયા અમિતભાઇના અક્સિસ બેંકના ખાતામાંથી ફેડરલ બેંક ખાતા નંબરમાં ટ્રાન્સફર કર્યા હતા જે બાદ આજ દિન સુધી ન મંગાવેલ ટાઇલ્સનો માલ આવ્યો કે ન ચૂકવેલ રૂપિયા પરત આવ્યા જેથી અમિતભાઈએ આરોપી તરીકે વ્હોટસએપ નંબર મો.નં ૮૭૭૯૭૬૦૦૩૭ તથા ફેડરલ બેન્કના ખાતા નં-17780100044799 ના ધારક તથા તપાસમા ખુલે તે તમામ વિરૂદ્ધ મોરબી બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતા હાલ પોલીસે આરોપીઓ સામે છેતરપિંડી વિશ્વાસઘાત સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસની તજવીજ શરૂ કરી છે.