ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી (જીએમઇઆરએસ) સંચાલિત રાજ્યની 13 મેડિકલ કોલેજમાં શૈક્ષણિક વર્ષ 2024-25થી 67થી 88 ટકાનો ફી વધારો કરવામાં આવતા વિદ્યાર્થીઓ-વાલીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. જેને લઇ આજરોજ મોરબીમાં વિરોધ કરી રહેલ NSUI નાં કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી હેઠળની ગુજરાતની 13 મેડિકલ કોલેજોની ફીમાં 80 ટકાનો વધારો થયો છે. ગુજરાત સરકારે સરકારી ક્વોટાની સીટની ફી રૂ.3.30 લાખ હતી જે વધારીને રૂ. 5.50 લાખ કરી છે. જ્યારે મેનેજમેન્ટ ક્વોટાની સીટ માટેની ફી રૂ. 9.75 લાખથી વધારીને રૂ. 17 લાખ કરવાની જાહેરાત કરવામાં આવી છે. જેને લઇ આજ રોજ મોરબીમાં એન.એસ.યુ.આઈ એ અનોખો વિરોધ નોંધાવ્યો હતો. જેમાં NSUI નાં કાર્યકરોએ મેડિકલ કોલેજના ડીન પર ૫૦૦ ની ખોટી નોટ ઉડાડીને વિરોધ નોંધાવ્યો હતો. અને મૌખિક રજૂઆત કરી ફી વધારો પાછો ખેંચવા માંગ કરી હતી. ત્યારે વિરોધને પગલે પોલીસે NSUI ના પ્રદેશ પ્રમુખ સહિતના કાર્યકરોની અટકાયત કરી હતી. ત્યારે વિરોધને લઇ NSUI દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, સાચા પૈસા લોકો પાસે નથી તો ખોટા પૈસા રાખીને એડમિશન આપો તે માટે ખોટી નોટો ઉડાડી છે.