મોરબી જીલ્લામાં દારૂણે જુગારની બદી નાબૂદ કરવા જીલ્લા પોલીસે કડક વલણ અપનાવી આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઇસમોને ઝડપી લેવા કમર કસી છે ત્યારે માળીયા(મી) પોલીસે પૂર્વ બાતમીને આધારે જુના ઘાટીલા ગામે પ્લોટ વિસ્તારમાં રેઇડ કરી જાહેરમાં તીનપત્તિનો જુગાર રમી રહેલા ૫ ઇસમોને ઝડપી લઇ તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી મુજબ માળીયા(મી) પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ખાનગીરાહે બાતમી મળેલ કે જુના ઘાટીલા ગામના પ્લોટ વિસ્તારમાં અમુક શખ્સો પૈસાની હરજીતનો તીનપત્તિનો જુગાર રમતા હોય જેથી મળેલ બાતમીને આધારે દરોડો પાડતા જુના ઘાટીલા ગામે શક્તિ પ્લોટ ઉમિયા શેરીમાં તીનપત્તિના જુગારની મજા માણી રહેલા દલસુખભાઈ નાથાભાઈ ધોરકડીયા ઉવ.૩૫, ઓધવજીભાઈ હેમુભાઈ સુરાણી ઉવ.૪૪, સીંધાભાઈ નાનજીભાઈ ઉપાસરીયા ઉવ.૫૯,લાભુભાઈ પ્રભુભાઈ ધોરકડીયા ઉવ.૫૫, કાસમભાઈ અબ્દુલભાઈ ચાનીયા ઉવ.૪૩ તમામ રહે.ઘાટીલા તા. માળીયા(મી)ને ઝડપી લેવાયા છે. પોલીસે દરોડા દરમિયાન જુગારના પટ્ટમાંથી રોકડા રૂ.૧૦,૨૦૦/- જપ્ત કર્યા હતા. ત્યારે પકડાયેલ તમામ આરોપીઓની વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.