વલસાડ જીલ્લાના નાસતા ફરતા/વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડી અસરકારક કામગીરી કરવા સુરતના પોલીસ મહાનિરીક્ષક પ્રેમ વીર સિંહ તથા વલસાડ જીલ્લા પોલીસ અધિક્ષક ડૉ.કરનરાજ વાઘેલા દ્વારા સૂચન કરવામાં આવતા તે અંગે કામગીરી કરતા દરમિયાન વલસાડ જીલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચ દ્વારા છેલ્લા પંદર વર્ષથી સગીર વયની બાળકીના અપહરણના ગુન્હાના નાસતા ફરતા ત્રણ આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે.
મળતી વિગતો અનુસાર, વલસાડ એલ.સી.બી.ની ટીમ વલસાડ જીલ્લા હદ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમ્યાન તેઓને મળેલ બાતમી હકીકતના આધારે, વલસાડ મોટી પારસીવાડ ખાતે આવેલ આર.એમ.વી.એમ. સ્કુલ નજીક રોડ ઉપર રેઈડ કરી સત્તાર ઉર્ફે હબીબ હાસન ખાન, આલમ ઉર્ફે સલીમ હાસન ખાન, હિન્દા ઉર્ફે કાસમ રહીમ ખાન (ત્રણેય રહે, ગામ-બસરા, તા.રામપુર જી.બાડમેર રાજસ્થાન) નામના ત્રણ શખ્સોને વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનનાં ફસ્ટ ગુ.ર.નં.૪૭/૨૦૦૯ ઇ.પી.કો. ક.૩૬૩,૩૬૬,૧૧૪ મુજબના ગુનામાં અટકાયત કરી ત્રણેય આરોપીઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ અર્થે વલસાડ રૂરલ પોલીસ સ્ટેશન ખાતે આરોપીઓનો કબજો સુપ્રત કરવામાં આવ્યો છે. અને આ પકડાયેલ આરોપીઓની પુછપરછ દરમ્યાન આરોપી સત્તાર ઉર્ફે હબીબ હાસન ખાનનો વલસાડ મોટી પારસીવાડ જમનાબાઇ સ્કુલમાં વોચમેન તરીકે નોકરી કરતો હતો તેમજ આરોપી આલમ ઉર્ફે સલીમ હાસન ખાન સુરત કીમ કરંજ જી.આઇ.ડી.સી., ખાતે રહી ડ્રાઇવીંગનુ કામ કરતો હતો તેમજ આરોપી હિન્દા ઉર્ફે કાસમ રહીમ ખાન સુરત મોસાલી તથા વાપી સલવાવ ખાતે આવેલ ગાય-ભેંસોના તબેલામાં છેલ્લા ચારેક મહીનાથી મજુરી કામ કરી ત્રણેય આરોપીઓ આજદીન સુધી પોતાની ઓળખ છતી ન થાય તે રીતે અલગ અલગ જગ્યાએ મજુરી કામ કરી નાસતા ફરતા રહેલ હોવાની હકીકત જણાય આવેલ હતી.