Monday, October 14, 2024
HomeGujaratમોરબીની ગાયત્રીનગર-૧ સોસાયટીના રહેણાંક મકાનમાં જુગારની મીનીકલબ ઝડપાઇ

મોરબીની ગાયત્રીનગર-૧ સોસાયટીના રહેણાંક મકાનમાં જુગારની મીનીકલબ ઝડપાઇ

તીનપત્તિનો જુગાર રમતા ત્રણ મહિલા સહિત નવને રૂપિયા ૪૦,૧૨૦/-સાથે ઝડપી લેવાયા

- Advertisement -
- Advertisement -

મોરબીમાં હાલ વરસાદી સીઝન સાથે જુગારની સીઝન ફૂલીફાલી છે. ત્યારે સીટી એ ડિવિઝન પોલીસે પૂર્વ બાતમીને આધારે વાવડી રોડ સ્થિત ગાયત્રીનગર-૧ સોસાયટીના રહેણાંકમાં દરોડો પાડી જુગારની મીનીકલબ પકડી પાડવામાં આવી છે. જેમાં મકાન માલિક બહારથી માણસો બોલાવી જુગારનો અખાડો ચલાવતો હોય ત્યારે પોલીસના દરોડા દરમિયાન તીનપત્તિનો જુગાર રમી રહેલા ૩ મહિલા સહિત કુલ ૯ બાઝીગરને પકડી લઇ તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમને બાતમી મળેલ કે વાવડી રોડ ઉપર આવેલ ગાયત્રીનગર-૧ સોસાયટીના રહેણાંક મકાનમાં કાનજીભાઈ ભીમજીભાઈ ખટાણા પોતાના અંગત ફાયદા માટે બહારથી માણસો બોલાવી તેમના પાસેથી નાલ ઉઘરાવી જુગારની મીની કલબ ચલાવતો હોવાની ખાનગીરાહે બાતમી મળી હતી. ત્યારે તાત્કાલિક સીટી એ ડિવિઝન પોલીસ ટીમે વોરંટ ઇસ્યુ કરાવી ઉપરોક્ત સ્થળ ઉપર રેઇડ કરી હતી.

પોલીસની રેઇડ દરમિયાન રહેણાંક મકાનમાં ગંજીપત્તાના પાના વડે પૈસાની હરજીતનો તીનપત્તિનો જુગાર રમી રહેલ મકાન માલિક સહિત નવ જુગારીને રંગેહાથ ઝડપી લેવાયા છે. જેમાં કાનજીભાઈ ભીમજીભાઈ ખટાણા ઉવ.૩૮ રહે.ગાયત્રીનગર-૧ મૂળરહે.શકત શનાળા, કાંતિભાઈ ભગવાનજીભાઈ સાવરીયા ઉવ.૩૧ રહે.રાજપર ગામ, સુરેશભાઈ ગોવિંદભાઇ સાવરીયા ઉવ.૨૮ રહે.ટીંબડી ગામ, જયદીપભાઈ અણદાભાઈ આલ ઉવ.૨૫ રહે.સાત હનુમાન સોસા.લીલાપર રોડ, અનિલભાઈ ભગવાનજીભાઈ પરમાર ઉવ.૨૩ રહે.ટીંબડી ગામ, જગદીશભાઈ મોતીભાઈ નૈયા ઉવ.૩૫ રહે.રંગપર ગામ, ચેતનાબેન નવીનભાઈ ગોવિંદભાઇ ગુર્જર ઉવ.૩૦ રહે. મોરબી નવલખી રોડ લાયન્સનગર, અંજલીબેન ધર્મેન્દ્રભાઈ વનમાળીદાસ ગૌસ્વામી ઉવ.૩૦ રહે.મોરબી દરબારગઢ સંઘવી શેરી તથા મીનાબેન કાનજીભાઈ ભીમજીભાઈ ખટાણા ઉવ.૪૦ રહે. વાવડી રોડ ગાયત્રીનગર-૧ મૂળરહે. શકત શનાળાવાળાને પકડી લેવાયા છે. પોલીસે જુગારના પટ્ટમાંથી રોકડા રૂપિયા ૪૦,૧૨૦/- જપ્ત કરી તમામ આરોપીની અટક કરી એ ડિવિઝન પોલીસ મથકમાં જુગરધારા હેઠળ ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!