16 જુલાઈને વિશ્વ સર્પ દિવસ તરીકે મનાવવામાં આવે છે. સાપ એ સૌથી પ્રાચીન જીવ પૈકી એક છે અને વિશ્વની દરેક સભ્યતામાં સાપનો ઉલ્લેખ જોવા મળે છે. ત્યારે તેમને બચાવવાની પણ આપણી ફરજ છે. ત્યારે છેલ્લા 15 વર્ષ માં 8000 થી વધુ સર્પના જીવ બચાવવામાં નિમિત્ત બનતા જીવદયાપ્રેમી – ઘાયલ સર્પને પશુ ડોકટર પાસે લઈ જઈ સારવાર પણ કરાવે છે તેવા સ્નેક રેસ્ક્યુયર એમ.ડી મહેતા અને રાજુભાઈ ધામેચાનુ હળવદ ખાતે વિશ્વ સર્પ દિવસ નિમિતે પાટિયા ગ્રુપ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.
વિશ્વ સર્પ દિવસ નિમિતે હળવદના પાટિયા ગ્રુપ દ્વારા જીવદયા પ્રેમી અને સ્નેક રેસ્ક્યુયર એમ.ડી મહેતા અને રાજુભાઈ ધામેચાનું સાલ ઓઢાળી અને સન્માન કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે હળવદના વિવિધ રહેણાક વિસ્તારમાંથી નિઃશુલ્ક સાપનું રેસ્ક્યુ કરી અને પ્રાકૃતિક ખુલ્લી જગ્યાએ મુક્ત કરવામાં આવે છે. આ રીતે આ બંને જીવદયા પ્રેમીઓ હળવદની જનતાની અને હળવદ વિસ્તારમાં રહેતા સર્પોની નિસ્વાર્થ સેવા કરે છે. માટે ગઈકાલે પાટિયા ગ્રુપના સભ્યો દ્વારા આ વિશેષ સેવા બદલ બને સેવાભાવી વ્યક્તિ નુંશાલ ઓઢાડીનું સન્માન કર્યું હતુ. અત્રે ઉલ્લેખનીય છે કે 2019 ની સાલમાં પણ વન વિભાગ દ્વારા એમ.ડી.મહેતા અને રાજુભાઇ ધામેચાનું બજાણા ખાતે વન વિભાગના અધિકારીના હસ્તે સિલ્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું. જો આવા સેવાભાવી લોકો સર્પનું રેસ્કયુ નો કરે તો લોકો ભયભીત થઈને તેને મારવા માટે મજબૂર થતા હોય છે અને હળવદમાં આ બંને સેવાભાવી વ્યક્તિ તદન નિઃશુલ્ક રીતે આ સેવાકાર્ય કરી રહ્યા છે અને ઘાયલ સર્પને પશુ ડોકટર પાસે લઈ જઈને સારવાર પણ કરાવે છે. જ્યારે રહેણાક વિસ્તારમાં સર્પ દર્શન દયે ત્યારે આસપાસના વિસ્તારના લોકો બીકના લીધે તે વિસ્તારથી દુર થઈ જતાં હોઈ છે. ત્યારે આવા સમયે આ સેવાભાવી લોકોને ફક્ત એક ફોન કરતાં તેમના વાહનમાં આવી અને સ્નેકનું રેસ્ક્યુયર કરી સલામત સ્થળે છોડી માનવતાની મહેક પ્રસરાવતા આ બંને જીવદયા પ્રેમીઓનું ગઈકાલે પાટિયા ગ્રુપ દ્વારા સાલ ઓઢાળી સન્માન કર્યું હતું. તેમજ હળવદ વાસિયો પણ બને સેવાભાવીની સેવાને બિરદાવે છે.