અમદાવાદમાં કેફે ચલાવતો ઈસમે પોતે પોલીસમેન હોવાનું કહી પૈસા પડાવવા માટે સ્પા સંચાલક યુવતી સાથે મળી મૃતક યુવકને ધમકાવતો હોવાનો ખુલાસો
મોરબીમાં વ્યાજખોરોના ત્રાસ અને બ્લેકમેઇલ કરવાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં પ્રેમિકાએ યુવક પર ખોટા આક્ષેપો કરી રૂપિયા પડાવ્યા અને વ્યાજખોરોએ પઠાણી ઉઘરાણી કરી યુવકને ધાક ધમકી આપતા આખરે યુવકે કંટાળી ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી હતી. જે સમગ્ર મામલે મૃતકનાં મોટાભાઈએ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા. જે બદવમાં પ્રેમિકા બાદ હવે વધુ પાંચ આરોપીઓને પોલીસે જેલ હવાલે કર્યા છે.
મળતી માહિતી અનુસાર, મોરબીના સીરામીક સીટી વિસ્તારમાં રહેતા ધ્રુવ નટવરલાલ મકવાણા નામના યુવકના આપઘાતની ઘટના સામે આવી છે. જેમાં ધ્રુવના લગ્ન થઇ ચૂકેલ હોવા છતાં તે મારિયા નામની યુવતી સાથે પ્રેમ સંબંધમાં હોવાથી ધ્રુવને તેના પત્ની ચાર મહિના પૂર્વે મૂકી જતા રહેલ હતા. અને ધ્રુવ તેની પ્રેમિકા મારિયા સાથે સીરામીક સીટી વિસ્તારમાં હતો. જે દરમિયાન અમદાવાદ ખાતે જઈ પોલીસમેન લાલજી ભરવાડ તથા સ્પા સંચાલક યુવતી મારિયાએ મળીને ધ્રુવ પર ખોટા આક્ષેપો કરી તેની પાસેથી પૈસા પડાવ્યા હતા. આટલું જ નહિ ધ્રુવે વિશાલ બોરીચા નામના શખ્સ પાસે પોતાની ગાડી ગીરવે મૂકી પૈસા લીધા હતા. જે રૂપિયા ધ્રુવે દેવામાં મોડું કરતા તેણે ધ્રુવને જતી પ્રત્યે હડધૂત કરી ધાક ધમકી આપતા ધ્રુવે અંતિમ પગલાં તરીકે ગળેફાંસો ખાઈ લેતા સમગ્ર મામલે ધ્રુવના મોટાભાઈ મુકુંદભાઈએ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ત્રણેય આરોપીઓ વિરુધ્ધ એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરાવી હતી. જે બનાવમાં પોલીસને એક સુસાઈડ નોટ પણ મળી હતી. જેમાં મૃતકે પોલીસમેન લાલજી ભરવાડ તથા સ્પા સંચાલક યુવતી મારિયાએ મળીને પૈસા પડાવવા ત્રાસ આપ્યો અને વ્યાજખોર વિશાલ બોરીચા ના ત્રાસથી આત્મહત્યા કરી હોવાનો ઉલેખ કર્યો હતો. ત્યારે બનાવમાં અગાઉ પોલીસે મારિયા નામની મિઝોરમની યુવતીની ધરપકડ કરી હતી. જે બાદ આ કેસમાં વધું પાંચ આરોપી સંદીપ પ્રજાપતિ, પ્રદીપ પોલી, વિશાલ બોરીચા, લલબિયાકની ઉર્ફે બાયતે (મૂળ રહે મિઝોરમ), લાલાવકીમી ઉર્ફે એન્જલ(મૂળ રહે મિઝોરમ) ની પોલીસે ધરપકડ કરી છે. જેમની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે, અમદાવાદ કેફે ચલાવતો સંદીપ પ્રજાપતિ નામનો આરોપી મૃતક યુવક પાસે પૈસા પડાવવા જ લાલજી ભરવાડ પોલીસમેન બનીને ધમકાવતો હોવાનો ખુલાસો થયો છે. હાલ તમામ આરોપીઓને મોરબી સબ જેલ હવાલે કરવામાં આવ્યા છે.