મોરબીની ધી વીસી ટેક હાઇસ્કુલ સો વર્ષ કરતા વધુ જૂની મોરબીની આન અને શાન એવી એકમાત્ર સરકારી શાળા છે જેમાં છેલ્લા પાંચ વર્ષથી રેગ્યુલર વર્ગ બેના આચાર્યની જગ્યા ખાલી હતી. ત્યારે મોરબી માળિયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની રજૂઆત બાદ ભદ્રસિંહ અર્જુનસિંહ વાઘેલાની આચાર્ય તરીકે નિમણૂક કરવામાં આવી છે.
મોરબી માળિયા ના ધારાસભ્ય કાંતિ અમૃતિયાની રજૂઆતને સફળતા મળી છે. મોરબીની 100 વર્ષ કરતા જૂની સરકારી શાળામાં છેલ્લા પાંચ વર્ષથી રેગ્યુલર વર્ગ 2 ના આચાર્યની જગ્યા ખાલી હતી. ત્યારે ધારાસભ્ય દ્વારા રજૂઆત કરવામાં આવતા મોરબીની ધ વી.સી.ટેક હાઇસ્કૂલના આચાર્ય તરીકે ભદ્રસિંહ અર્જુનસિંહ વાધેલાની નિમણુક કરવામાં આવી છે. લાંબા સમય બાદ વી સી હાઈસ્કૂલમાં રેગ્યુલર આચાર્ય મળતાં કાંતિ ભાઈ અમૃતિયા અને શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર અને શિક્ષણ વિભાગનો આભાર સમગ્ર વી.સી.હાઇસ્કૂલ પરીવાર દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે.