લ્યો બોલો ! મોરબી તાલુકા પોલીસને પરિવારજનોના વિરોધ બાદ ખબર પડી કે હત્યા છે ત્યાં સુધી અકસ્માત હતો ! શું અકસ્માત માં ખપાવી દેવાના પ્રયાસ થયો !!! માળીયા મી.માં પણ આવી ઘટના સામે આવી હતી જો કે તેમાં કોઈ વિરોધી નથી એટલે પોલીસ ચોપડે અકસ્માત જ નોંધાયેલ છે…મોરબી કઇ દિશામાં જઈ રહ્યું છે મોટો સવાલ ????
મોરબી તાલુકા પોલીસ મથક માં મકનસર ગામે ગઈકાલે એક અકસ્માત નો બનાવ બન્યો હતો જેમાં પ્રકાશ ગંગારામ મકવાણા નામના આશાસ્પદ યુવાન નું ટ્રેકટર હડફેટે મોત નિપજ્યું હતું જો કે પરિવાર જનોને આ યુવાન નું મોત શંકાસ્પદ લાગતા આ અકસ્માત નહિ હત્યા હોવાની શંકા ઉદભવતા આ સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી જો કે આમ છતાં પોલીસે આ અકસ્માત જ છે તેવું કહી વાતને રફેદફે કરતા પરિજનો ઉશ્કેરાયા હતા.
આજે સવારે મૃતક યુવક ના મૃતદેહ સાથે ચક્કાજામ કર્યો હતો અને આ યુવકની તેના પર ટ્રેકટર ફેરવી હત્યા જ કરી દેવામાં આવી છે તેવા આક્ષેપ કરતા અંતે મોરબી તાલુકા પોલીસને ઝૂકવું પડયું હતું અને કહેવાય છે ને સત્ય છાપરે ચડીને પોકારે તેમ મોરબી તાલુકા પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો હતો જેમાં ટ્રેકટર ચાલક ગોરધન ભાઈ મગવાણિયા અને બે અજાણ્યા ઈસમો વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે પોલીસ પાસ લોકો ન્યાય ની અપેક્ષા રાખતા હોય છે ત્યારે આવા યુવાન ની હત્યા થાય તો હત્યાનો ગુનો નોંધવા રોડ જામ કરવો પડે એ આજના લોકતંત્રમાં શરમજનક બાબત છે.
જો કે મોરબીમાં આવા કિસ્સાઓ ઘણા બનતા હશે જેમાં કોઈ વિરોધ કરવા વાળું નથી અને ગમે તેના મોતને અકસ્માત માં ખપાવી દેવામાં આવતા હશે થોડા સમય પહેલા માળિયા મી. ના સરવડ રોડ નજીક પણ એક વિધવા માતા અને તેના પુત્ર ના અર્ટીગા કાર ચાલક દ્વારા હડફેટે લઈ લેવામાં આવ્યા હતા અને બાદમાં ત્યાંથી નાસી ગયો હતો.
આ ઘટના પણ શંકા ઉપજાવે એવી જ હતી કેમ કે આ કાર ચાલક ઉસ્માન અને મૃતક વિધવા મહિલા બંને એક જ દેરાલા એટલે કે ગામના વતની છે બન્ને વર્ષોથી પરિચય માં પણ હતા એટલું જ નહિ લોકોમાં ચર્ચા મુજબ આ ઉસ્માન આ મહિલાની જમીન સાથે વિવાદ પણ ચાલી રહ્યો હતો પરંતુ ઉસ્માન સામે કોઈ ગામમાં બોલે તેવી નથી જેથી હવે આ ગુનામાં કોઈ આગળ તપાસ થાય તેવી કોઈ શક્યતાઓ નથી વળી આ બન્ને માતા પુત્રો નોધારા હતાં તેની માટે બોલવા વાળો એક પણ વ્યક્તિ ન હતો જેથી ફેટલ દર્શાવી અકસ્માતે મોત કરી તપાસ પૂર્ણ કરી દેવાઈ અને એ તપાસ પણ જે ના કરી શકે તેવા પોલીસકર્મી પાસે કરવામાં આવી હતી જો ઉસ્માન થી ખરેખર અકસ્માત થઈ ગયો હતો તો કેમ તેને 108 ને ના બોલાવી કેમ તે માતા પુત્રને સારવાર અર્થે ના લઈ ગયો એ મોટો પ્રશ્ન છે હાલ આ ન્યાય ઉપરવાળો કરશે પણ બીજી બાજુ આ કારચાલક ઉસ્માન માળિયા પોલીસ મથકમાં બિલ્ડીંગ માં કામો પણ કરતો નજરે પડ્યો છે જો કે આ બનાવ માં માતા પુત્ર માટે ન્યાય માટે આગળ આવે તેવું કોઈ ના હતું એટલે આ ઘટના પોલીસ ચોપડે અકસ્માત જ રહી છે.ત્યારે ભક્તિ ના નાટકો અને સારા બનવા ના નાટકો કરવા કરતા અધિકારીઓએ કાયદામાં ન્યાય આપવો જોઈએ કેમ કે કુદરત ની લાઠીમાં અવાજ નથી હોતો વારો પોતાનો પણ આવે છે.
હાલ મોરબી તાલુકા પોલીસે દેર સે લેકિન દુરસ્ત આયે એમ ગુનો નોંધ્યો માળિયા મી.પોલીસે પણ પોતાના લાડકા ઉસ્માન વિરૂદ્ધ ગ્રાઉન્ડ પર ખુરશી પર ના બેસાડી કડક કાયૅવાહી કરવી જોઈએ આવી ઘટનાઓ મોરબીની આન બાન અને શાન માટે અત્યંત શરમજનક છે જેમાં કોઈ શંકાને સ્થાન નથી.