તાલુકા પોલીસે આરોપી ટ્રેક્ટર ચાલકની ધરપકડ કરી.
મોરબી તાલુકાના મકનસર ગામે યુવકને ટ્રેક્ટરમાંથી ફેંકી દઈ તેની ઉપર ટ્રેક્ટરનું વ્હિલ ફેરવી દઈ ઇજાગ્રસ્ત હાલતમાં મકનસર ગામે પાણીના ટાંકા પાસે લોહી લોહાણ હાલતમાં છોડી દેવાતા યુવાનનું ટૂંકી સારવારમાં મોત નીપજ્યું હતું. બનાવ બાદ પોલીસે પરિવારજનોના હંગામા બાદ તમામ આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધ્યો હતો ત્યારે આ હત્યાના કેસમાં સંડોવાયેલા ટ્રેક્ટર ચાલકને શોધી તાલુકા પોલીસે તેની અટક કરવામાં આવી છે.
મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગઈકાલે તા.૧૭/૦૭ના રોજ ફરીયાદી ગંગારામભાઇ ચકુભાઇ મકવાણા કોળી ઉવ.૭ર રહે. નવા મકનસરવાળાની ફરીયાદ નોંધાવી હતી કે ગઇ તા.૧૬/૦૭ના બપોરના સાડા ચારેક વાગ્યા પહેલા આરોપી ગોરધનભાઇ તથા ફરિયાદીનો દિકરો પ્રકાશ તથા બીજા બે અજાણ્યા માણસો આરોપી ગોરધનભાઇના ટ્રેકટરમાં બેઠેલ હોય ત્યારે ગોરધનભાઇ સાથેના બે માણસોએ ફરીયાદીના દિકરા પ્રકાશને ટ્રેકટર ઉપરથી ફેકી દિધેલ અને આ ગોધરનભાઇએ ફરીયાદીના દિકરા પ્રકાશ ઉપર ટ્રેકટર ચડાવી દઇ ગંભીર ઇજા કરતા, પ્રકાશને સરકારી હોસ્પીટલ મોરબી સારવારમાં લઇ જતા જ્યાં ટૂંકી સારવારમાં પ્રકાશનું મૃત્યુ નીપજ્યું હતું જેથી આરોપી ગોરધનભાઇ મગવાણીયા, (ટ્રેકટર વાળા) રહે. પ્રેમજીનગર તા.જી.મોરબી તથા તેની સાથેના બે અજાણ્યા માણસો વિરૂધ્ધ ફરિયાદ નોંધાઈ હતી.
ઉપરોક્ત હત્યા કેસની ગંભીરતાને ધ્યાને લઇ મોરબી જીલ્લા પોલીસવડા રાહુલ ત્રીપાઠીની સૂચના અને માર્ગદર્શન હેઠળ આ કેસમાં સંડોવાયેલ આરોપી ગોરધનભાઇ મગવાણીયા (ટ્રેકટર વાળા)ની તપાસ કરતા આરોપી ગોરધનભાઇ સોમાભાઇ મગવાણીયા જાતે કોળી ઉવ.-૪૫ રહે.પ્રેમજીનગર હનુમાન મંદિર વાળી શેરી મકનસરવાળો મળી આવતા આરોપીની પુછપરછ કરતા પોતે ગુન્હો કર્યાની કબુલાત આપી હતી ત્યારે આરોપીની ધરપકડ કરી આ હત્યા કેસમાં સંડોવાયેલ અન્ય આરોપીઓને પણ ઝડપી લેવા તાલુકા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.