વ્યાજખોરીના દૂષણ ને ડામવા અને અનેક પરિવારોના પીંખાતા માલાઓને બચાવવા છેલ્લા ઘણા સમય થી રાજ્ય સરકાર દ્વારા ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે અને આ ઝુંબેશ બે તબક્કામાં ચાલી રહી છે જેમાં એક તબક્કામાં વ્યાજખોરો વિરૂદ્ધ કાર્યવાહી થઈ રહી છે જ્યારે લોકોને પૈસાની જરૂરિયાત તો ક્યારે પણ ઊભી થવાની છે તો ફરીથી એ વ્યાજખોર નો આશરો ન લે તે માટે બાજુ પોલીસ દ્વારા લોનદરબાર કાર્યક્રમ યોજી બેન્કો ને અને જરૂરિયાતમંદ લોકોને એક જ ગ્રાઉન્ડ પર બોલાવવામાં આવ્યા હતા અને જરૂરી કાર્યવાહી કરીને લોકોને લોન મળી રહે તે માટે કામગીરી કરવામાં આવી હતી.આજે વાંકાનેર ખાતે યોજાયેલા જનસંપર્ક કાર્યક્રમમાં રેન્જ આઇજી અશોક કુમાર યાદવ,એસપી રાહુલ ત્રિપાઠી સહિતના પોલીસ અધિકારીઓ અને રાજકીય આગેવાનો સહિત સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
આ જ રીતે અગાઉ વાંકાનેર પોલીસ દ્વારા યોજાયેલા લોન દરબારમાં લોકોને બોલાવવામાં આવ્યા હતા અને જરૂરિયાતમંદ લોકોએ હાજર બેન્કો પાસે લોન માટે માંગણી કરી હતી જે માંગણીઓ અંતર્ગત ૩૮ લોકોને ૭.૨૫ કરોડ જેટલી રકમની લોન આપવામાં આવી હતી અને તેના ચેક પણ અર્પણ કરવામાં આવ્યા હતા.વાંકાનેર ડીવાયએસપી એસ.એચ. સારડા સહિતની ટીમની ખૂબ જહેમત ને અંતે આજે વાંકાનેર પોલીસ દ્વારા જનસંપર્ક કાર્યક્રમ કરવામાં આવ્યો હતા અને લોકો ઊંચા વ્યાજે રૂપિયા લેવાને બદલે બેન્કમાંથી લોન લેવા માટે પ્રેરણા મળે તે માટે વાંકાનેર ડીવાયએસપી એસ.એચ. સારડા સહિતની વાંકાનેર પોલીસની ટીમે ખૂબ જહેમત ઉઠાવી હતી અને અનેક લોકો ને વ્યાજ ના ચુંગાલમાં જતા બચાવ્યા છે .તેમજ વિવિધ બેન્કોના પદાધિકારીઓ એ પણ ઉપસ્થત રહી અને વિવિધ બેન્કોના સ્ટોલ બનાવી જરૂરી માહિતી પણ પૂરી પાડવામાં આવી હતી.