મોરબી ક્રાઇમ બ્રાંચ દ્વારા પૂર્વ બાતમીને આધારે ધરમપુર રોડ લાભનગર સામે આવેલ રહેણાંક મકાનમાં દરોડો પાડતા વિદેશી દારૂની ૧૯ બોટલ તથા બિયર ૧૪૪ ટીન સાથે એક આરોપીની અટક કરાઈ હતી જ્યારે વિદેશી દારૂના જથ્થાના સપ્લાયરનું નામ ખુલવા પામ્યું હતું. હાલ ક્રાઇમ બ્રાંચ પોલીસે દારૂ-બિયરનો જથ્થો કબ્જે લઈ બંને આરોપીઓ વિરુદ્ધ સીટી બી ડીવિઝન પોલીસ મથકમાં પ્રોહી. હેઠળ ગુનો નોંધાવી ફરાર આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મોરબી ક્રાઇમ બ્રાંચ ટીમને બાતમી મળેલ કે ધરમપુર રોડ ઉપર લાભનગર સામે કેશુભાઇ રમેશભાઇ દેગામાના રહેણાંક મકાનમાં વિદેશી દારૂ-બિયરનો જથ્થો રાખી તેનું વેચાણ કરતો હોવાની ચોક્કસ બાતમીને આધારે એલસીબી ટીમે રેઇડ કરી હતી. ત્યારે રેઇડ દરમિયાન પોલીસે સ્થળ ઉપરથી વિદેશી દારૂ વોડકાની ૧૯ બોટલ તેમજ ગોડફાધર બિયરના ૧૪૪ટીન મળી આવ્યા હતા જેની કુલ કિંમત રૂ.૨૦,૧૦૦/- સાથે આરોપી કેશુભાઇ રમેશભાઇ દેગામા ઉવ.૨૮ રહે.મોરબી ધરમપુર રોડ લાભનગર સામે વાડી વિસ્તારવાળાની અટક કરવામાં આવી હતી. જ્યારે પકડાયેલ આરોપીની સઘન પૂછતાછમાં સુરેન્દ્રનગર જીલ્લાના ગોપાલગઢ ગામના આરોપી વિપુલભાઇ સોમાભાઇ લોદરીયા પાસેથી દારૂ-બિયરનો જથ્થો વેચાણ કરવાના ઇરાદે લઈ આવ્યાની કબુલાત આપતા બંને આરોપીઓ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી કરવામાં આવી હતી.