મોરબી ખાન ખનીજ વિભાગ દ્વારા ટંકારા તાલુકાના ઘુનડા ગામના તળાવ વિસ્તાર આસપાસ થતી ખનીજ ચોરી બાબતે આકસ્મિક રેઇડ કરી એસ્કેવેટર મશીન તેમજ મોરમ ખનીજના ગેકાયદેસર ખનન બદલ તમામ મશિનને સીઝ કરવામાં આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર, મોરબી પંથકમાં દિવસેને દિવસે ખાણ ખનીજની જોડીઓ વધતી જઈ રહી છે ત્યારે ભૂસ્તરશાસ્ત્રી જે એસ વાઢેર તેની સૂચના અને માર્ગદર્શનથી ક્ષેત્રીય ટીમના રોયલ ઇન્સ્પેક્ટર રવિ કણસાગરા અને રાહુલ મહેશ્વરી ને ટંકારા તાલુકાના ઘુનડા ગામે તળાવ વિસ્તારની આસપાસ ખનીજ ચોરી બાબતે લેખિત અને મૌખિક ફરિયાદ મળતાં તારીખ 20/7/2024 ના રોજ રેડ પાડવામાં આવી હતી જે રેડ દરમિયાન એસ્કેવેટર મશીન સીરીયલ નંબર N635D00014 જેનો ચાલક ગણેશ પારસનાથ પાસવાન ઉત્તર પ્રદેશ નો હોવાનું સામે આવ્યું હતું. જેથી મોરમ ખનીજના ગેરકાયદેસર ખનન બદલ તમામ મશીનને સીઝ કરી માપણી કરી ટંકારા પોલીસ સ્ટેશન ખાતે મૂકી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.