છેલ્લા ઘણા સમયથી મોરબી સહીત સમગ્ર ગુજરાત રાજ્યમાં નશીલા પદાર્થોની હેરાફેરી અટકાવવા તથા એન.ડી.પી.એસ.ના ગુનામાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા પોલીસે કવાયત હાથ ધરી છે. જે અન્વયે મોરબી પેરોલ ફર્લો સ્કોડ દ્વારામોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનના એન.ડી.પી.એસ.ના ગુનામાં છેલ્લા એકાદ વર્ષથી નાસતા ફરતા રાજસ્થાન રાજયના આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટ રેન્જ આઈ.જી. અશોકકુમાર યાદવ તથા મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીએ નાસતા ફરતા, પેરોલ જમ્પ, જેલ ફરારી આરોપીઓને પકડી પાડવા જરૂરી સુચના કરતા મોરબી પેરોલ ફર્લો સ્કવોડની ટીમ નાસતા ફરતા આરોપીઓને પકડવા પ્રયત્નશીલ હતી. દરમ્યાન તેઓને ખાનગીરાહે હકિકત મળેલ કે, મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનનો બી પાર્ટ ગુ.ર.નં. ૧૪૩૮/૨૦૨૩ એન.ડી.પી.એસ એકટ ૧૯૮૫ ની કલમ-૮(સી), ૨૧(બી), ૨૯ વિ. મુજબના ગુનાનો નાસતો ફરતો આરોપી મનોહર કલુરામ સોની (રહે. સરનાઉ તા.જી.સાંચૌર (રાજસ્થાન)) હાલે તેના રહેણાંક મકાને હોવાની ચોકકસ હકિકત મળતા જે હકિકતનાં આધારે એ.એસ.આઇ. વિક્રમસિંહ એસ. બોરાણા સાથે પોલીસ ટીમ બનાવી રાજસ્થાન રાજયના સાંચૌર જિલ્લામાં તપાસ અર્થે મોકલતા નાસતો ફરતો આરોપી મનોહર કાલુરામ વીરમારામ મળી આવતા આરોપીને હસ્તગત કરી પેરોલ ફર્લો સ્કોડ, મોરબી ખાતે લાવી આગળની કાર્યવાહી અર્થે મોરબી સીટી બી ડિવિઝન પોલીસને સોપવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.