હવામાન નિષ્ણાંત કિશોર ભાડજાએ જણાવ્યું હતું કે વાદિલા નક્ષત્ર વૈખ અને પૈખ વરસ્યા છે અને એકચુલ તારીખથી સિસ્ટમ સક્રિય બની વરસી પડી હતી ત્યારે હજુ એક અઠવાડિયું આકાશ ગોરંભાયુ રહી 3 ઓગસ્ટ સુધીમાં છુટા છવાયા ઝાપટાં તો કોઈ વિસ્તારમાં સારો વરસાદ વરસી શકે છે. ત્યાર બાદ ચોમાસુ ધીમે ધીમે નબળું પડશે અને ઉધાડ નિકળશે સુર્ય નક્ષત્ર આશ્લેષા 2 ઓગસ્ટ શુક્રવારે 22:07 કલાકે બેસે છે જેનું વાહન ગધેડું છે આ નક્ષત્રમાં કોઈ જગ્યાએ છુટો છવાયો હળવા મધ્યમ ઝાપટાં પડે બાકી આ નક્ષત્રમાં પછેડી પલાણ પણ ન પડે (પવન) વાયુ ફૂંકાયતો આખું નક્ષત્ર વાયુ વાય એટલે જ લોક વાયકામાં આ નક્ષત્રને ચગી કહેવાય છે ચગીતો ચગી નહિતર ફગી એટલે કે મેધો વરસે તો વરસે.
સૂર્ય નક્ષત્ર મધા 16-8-2024 શુક્રવારે 19:45 કલાકે બેસે છે તેમનું વાહન શિયાળ છે આ નક્ષત્રમાં પણ સારા વરસાદની શક્યતા નહિવત છે. મધા નક્ષત્ર ઉત્તરતા જન્માષ્ટમી ટાણે 26 ઓગષ્ટથી વરસાદનો સારો રાઉન્ડ આવશે ઉભા મોલાતને પાણી જોગ વરસાદ વરસી પડશે. સુર્ય નક્ષત્ર પૂર્વફાલ્ગુની 30-8-2024 શુક્રવારે બેસે છે તેમનું વાહન ઉંદર છે ભાદરવા મહિનો બેસ્તા પૂર્વફાલ્ગુની નક્ષત્રમાં તારીખ 6 સપ્ટેમ્બ થી 13 સપ્ટેમ્બર સુધી ભારે થી અતિભારે વરસાદ થશે. અમુક વિસ્તારમાં અતિવૃષ્ટિ થાય સુર્ય નક્ષત્ર ઉત્તર ફાલ્ગુની તારીખ 13-9-2024 ને શનિવારે બેસે છે જેનું વાહન હાથી છે. તેમાંય ભારેથી અતિભારે વરસાદ થશે એટલે કે ભાદરવો મહિનો આખો વરસાદથી ભરપુર છે. આ આગાહી ખગોળ શાસ્ત્રના આધારે કરવામાં આવે છે આકાશ દર્શન વર્ષોથી ચાલતી આપણી પરંમપરા છે તેના ઉપરથી અંદાજ અને અનુમાન કરી શકાય છે બાકી બધું કુદરતને આધીન છે તેમ પણ હવામાન નિષ્ણાંત ટંકારા તાલુકાના કિશોરભાઈ ભાડજા ગામ નેસડા (ખાનપર) મો. 95865 90601 વાળાએ જણાવ્યું છે.