Monday, November 25, 2024
HomeGujarat૭૨ વર્ષ બાદ અદભુત રચાશે સંયોગ: શ્રાવણ માસની શરૂઆત અને અંત પણ...

૭૨ વર્ષ બાદ અદભુત રચાશે સંયોગ: શ્રાવણ માસની શરૂઆત અને અંત પણ સોમવારે થશે

આગામી પાંચ ઓગસ્ટથી શ્રાવણ માસની શરૂઆત થવા જઈ રહી છે. ત્યારે આ વખતે શ્રાવણ મહિનાની શરૂઆત સોમવારથી થશે અને શ્રાવણ મહિનો પૂર્ણ પણ સોમવારે થશે તેવો યોગ 72 વર્ષ પછી રચાશે. શ્રાવણ મહિનાની શરૂઆત અમૃતસિદ્ધિ, પ્રીતિ, સર્વાથસિધ્ધી યોગનો સંયોગ રચાશે તેવી રીતે થશે તેમ જ્યોતિષાચાર્ય આશિષ રાવલે જણાવ્યું છે.

- Advertisement -
- Advertisement -

જ્યોતિષાચાર્ય આશિષ રાવલના કહ્યાં મુજબ નવગ્રહ નડતર નિવારણ માટે દેવાધિદેવ મહાદેવની ઉપાસના, આરાધના સાથે દર્શન ઉત્તમ માનવામાં આવશે. આ વર્ષે યોગાનું યોગ સોમવારથી શરૂ થઈ રહેલા શ્રાવણ માસના પાંચ સોમવાર આવશે. સામાન્ય રીતે ચાર સોમવાર આવતા હોય છે. શિવજીનો અતિપ્રિય સોમવાર શિવ ભકતો માટે અતિ ઉમંગ, ઉત્સાહ સાથે નિત્ય શિવલિંગ પર જળાભિષેક સાથે વિશિષ્ટ પૂજાઓ કરીને અલગ અલગ વ્યંજનો શણગાર કરવામાં આવશે. આ શ્રાવણ મહિનામાં ગ્રહોના યોગ પણ રચાશે. જેમાં બુધાદીત્ય યોગ, નવપંચમ યોગ, ગજકેસરી યોગ, કુબેર યોગ, શશક યોગ તેમજ ગુરુ ચંદ્ર ગજ કેસરી યોગ રચાય છે. જે મહાન પાંચ યોગો સ્વયં કાર્ય સિદ્ધ કરનારા છે. જે શ્રાવણ માસ જેવા સિદ્ધ માસને પરમ જેવા સિદ્ધિદાયી બનાવે છે. સંપૂર્ણ શ્રાવણ માસ મહિના દરમિયાન શિવભક્તો દ્વારા શિવ પુરાણ, શિવલીલામૃત, શીવકવચ, શિવચાલીસા, શિવપંચાક્ષર મંત્ર, શિવપંચાક્ષર સ્તોત્ર, મહામૃત્યુજય મંત્રનો પાઠ તથા જાપ કરવામાં આવે છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!