મોરબીના બેલા ગામની સીમમાં આવેલ ૬૬ કે.વી. જીઈબી સબસ્ટેશન બહાર પાર્ક કરેલ ઓપરેટરના બાઇકની કોઈ અજાણ્યો વાહન ચોર ચોરી કરી લઈ ગયા અંગેની ફરિયાદ મોરબી તાલુકા પોલીસ મથકમાં નોંધાવતા પોલીસે આરોપી અજાણ્યા વાહન ચોર સામે ગુનો નોંધી ચોરી થયાની અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ જામનગર જીલ્લાના અલીયાબાડાના વતની હાલ છાત્રાલય રોડ અવધ-૨ સોસાયટીમાં રહેતા દીપકભાઈ નારણભાઇ રામોલીયા ઉવ.૩૨ મોરબી તાલુકાના બેલા ગામે આવેલ જીઈબી ૬૬ કે.વી.સબસ્ટેશનમાં પ્રાઇવેટ કંપનીમાં ઓપરેટર તરીકે નોકરી કરે છે. ગત તા. ૨૪/૦૭ના રોજ દીપકભાઈ પોતાની નાઈટશિફ્ટ નોકરી સબબ સબ સ્ટેશનમાં પોતાની માલિકીના હીરો કંપનીનું એચએફ ડિલક્સ બાઇક રજી.નં. જીજે-૧૦-સીજે-૦૨૧૧ લઈને ગયા હતા ત્યારે તેઓએ પોતાનું બાઇક જીઈબી સબ સ્ટેશન બહાર પાર્ક કરી અંદર ગયા હતા. જે રાત્રીના ૨૫/૦૭ના આશરે ૧૨.૩૦વાગ્યે કોઈ અજાણ્યો વાહન તસ્કર ઉપરોક્ત બાઇક ચોરી કરી લઈ ગયો હતો. જેથી દીપકભાઈએ પ્રથમ ઈ-એફઆઈઆર નોંધાવી હતી જે બાદ ગઈકાલે મોરબી તાલુકા પોલીસ મથકમાં રૂબરૂ બાઇક ચોરી અંગેની ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.