Monday, November 25, 2024
HomeGujaratમોરબી:ટાટા કંપનીના સર્વિસ સ્ટેશનની ડીલરશીપ અપાવી દેવાના બહાને વેપારી સાથે ૨૪.૭૭ લાખની...

મોરબી:ટાટા કંપનીના સર્વિસ સ્ટેશનની ડીલરશીપ અપાવી દેવાના બહાને વેપારી સાથે ૨૪.૭૭ લાખની ઠગાઇ

મોરબીમાં કે.કે. ઇલેકટ્રોનિકના ડાયરેક્ટર એવા વેપારી સાથે ટાટા કંપનીના ઇઝેડ ચાર્જના સર્વિસ સ્ટેશનની ડીલરશીપ અપાવી દેવાના બહાને અલગ અલગ બેંક ખાતામાં ડિપોઝિટ તરીકે ૨૪.૭૭ લાખ ટ્રાન્સફર કરી વેપારી સાથે છેતરપિંડી આચરવામાં આવી હતી. જેમાં ટાટા કંપનીના ખોટા ટોલફ્રી નંબર ઉપર તથા મોબાઇલ નંબર ઉપર ટેલિફોનિક વાતચીત કરી વેપારીને વિશ્વાસમાં લઇ સમગ્ર ઠગાઇ કરવામાં આવી હોવાની ફરિયાદ અત્રેના એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવવામાં આવતા પોલીસે આરોપી ટાટા કંપનીના નામે બનાવટી એપ્લોય તરીકેની ઓળખ આપનાર મોબાઇલ નં.ધારક, ટોલફ્રી નંબર જેના કોર્પોરેટ આઇડેન્ટિ નંબર ધારક સહિતના વિરુદ્ધ આઇટી એક્ટ ધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર મોરબીના રવાપર રોડ ઉપર આવેલ હરિહરનગરમાં રહેતા અને લાતીપ્લોટ શેરી નં.૨ માં કે.કે.ઇલેકટ્રોનિક નામની ફર્મના પ્રોપરાઈટર ડાયરેક્ટર દર્શનભાઈ કિરીટભાઈ શાહ ઉવ.૨૭ એ ગત તા.૧૯ માર્ચ ૨૦૨૪ના રોજ ટાટા કંપનીના ઇઝેડ ચાર્જ સર્વિસ સ્ટેશનની ડીલરશીપ માટે ટાટા પાવર લીમીટેડ કંપનીના વપરાશકર્તા તેમજ ધારણકર્તા તરીકે જણાવેલ ટોલ ફ્રી નંબર ૧૮૦૦૮૩૩૨૨૩૩ ઉપર સંપર્ક કર્યો હતો. જેના માધ્યમથી આરોપીએ મોબાઈલ નં.૮૬૫૩૪ ૯૫૨૫૫માંથી ફોન કરી પોતે ટાટા પાવર કંપનીના એમ્પ્લોય તરીકેની ઓળખ આપી હતી . ત્યારબાદ દર્શનભાઈને ટાટા કંપનીના ઇઝેડ ચાર્જ સર્વિસ સ્ટેશનની ડીલરશીપ માટે આરોપી રવિકુમાર મો.નં. ૯૦૮૮૧૨૨૯૮૬ વાળાએ સંપર્ક કરી પોતે ટાટા પાવર કંપનીના સીનીયર એમ્પ્લોય તરીકેની ઓળખ આપી આ સર્વિસ સ્ટેશનની ડીલરશીપ અપાવવાની ખાતરી અને વિશ્વાસ આપી દર્શનભાઈ પાસેથી જરૂરી ડોકયુમેન્ટ મેળવી લઈ તેઓને ઇમેઇલ મારફત અલગ અલગ ટાટા પાવર કંપની લીમીટેડના બેંક એકાઉન્ટ નંબર આપી તથા રૂપિયા આપવાની વિગતો મોકલી હતી. બાદ દર્શનભાઈને ઇમેઇલ મારફત મોકલાવેલ એકાઉન્ટ નંબરમાં રૂપિયા મોકલી દેવા અંગે જણાવતા દર્શનભાઈએ આરોપી રવીકુમારે જણાવ્યા મુજબના અલગ અલગ બેંક એકાઉન્ટમાં કુલ રૂપીયા ૨૪,૬૭,૦૦૦/- જમા કરાવી દેતા આજ દિન સુધી ટાટા કંપનીના ઇઝેડ ચાર્જ સર્વિસ સ્ટેશનની ડીલરશીપ આપી નથી કે અપાવી ન હોય જેથી દર્શનભાઈએ મોરબી એ ડિવિઝનમાં આરોપી તરીકે મોબાઇલ નંબર ધારક ૮૬૫૩૪ ૯૫૨૫૫ તથા રવિકુમાર મોબાઈલ નં.૯૦૮૮૧ ૨૨૯૮૬ તેમજ ટોલફ્રી નંબર ૧૮૦૦૮૩૩૨૨૩૩ તથા કોર્પોરેટ ઇડેન્ટિફિકેશન નંબર UN01018MH202PLC33268 ધરાવનાર ઓથોરાઇડ વ્યક્તિ, વપરાશકર્તા વ્યક્તિ સામે તથા પોલીસ તપાસમાં ખુલ્લે તે તમામ ઇસમો સામે ફરિયાદ નોંધાવતા હાલ પોલીસે દર્શનભાઈની ફરિયાદને આધારે આરોપીઓ સામે આઇટી એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!