Wednesday, October 30, 2024
HomeGujaratવાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમે દેશી દારૂના મોટા જથ્થાની હેરાફેરી કરતા ઇસમોને લાખોના...

વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમે દેશી દારૂના મોટા જથ્થાની હેરાફેરી કરતા ઇસમોને લાખોના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા

વાંકાનેર તાલુકાના કોઠી ગામે દેશી દારૂની હેરાફેરી કરતા કાર ચાલકનો ફીલ્મી ઢબે પીછો કરી દેશી દારૂ ભરેલ કાર તથા દેશી દારૂની હેરાફેરી કરવામાં રેકી/પાયલોટીંગ કરતા કાર ચાલક તેમજ સાથે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકીશોર સહીત કુલ ત્રણ ઇસમોને ૧૨,૨૪,૦૦૦/- ના મુદ્દામાલ સાથે વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમ દ્વારા પકડી પાડવામાં આવ્યા છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, વાંકાનેર તાલુકાના કોઠી ગામે દેશી દારૂની હેરાફેરી કરનાર કાર તથા દેશી દારૂની હેરાફેરી કરવા માટે રેકી/પાયલોટીંગ કરતી કારની વોચ ગોઠવી તપાસમાં હતા તે દરમ્યાન પાયલોટીંગ કરનાર મારૂતી સુઝુકી બ્રેઝા કાર રજી.નં.GJ-36-AJ-9421 વાળી સાથે બે ઇસમોને પકડી પાડયા પાછળ પાછળ દેશી દારૂ ભરી આવનાર હ્યુન્ડાઇ એક્સેન્ટ કાર રજી.નં.GJ-03-KP-0959 વાળીને રોકાવવા પ્રયત્ન કરતા કાર ચાલકે કાર ઉભી નહીં રાખી વધુ સ્પીડમાં કાર ચલાવી નીકળી જવાની કોશિશ કરી હતી.

જેથી કારનો ખાનગી વાહન વડે પીછો કરી જોધપર ગામેથી દેશી દારૂ લીટર ૫૫૦ ભરેલ હ્યુન્ડાઇ એસેન્ટ કાર તથા ડ્રાઇવીંગ સીટની બાજુમાં બેસેલ કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકીશોરને પકડી પાડવામાં આવ્યો છે. તેમજ કાર ચાલક અંધારાનો લાભ લઇ નાશી જવામાં સફળ રહ્યો છે.

આમ કુલ કી.રૂ.૧૨,૨૪,૦૦૦/- ના મુદ્દામાલ સાથે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકીશોર સાથે કારને પાયલોટિંગ કરનાર પુખ્ત ઉમરના અજયભાઇ જાદવભાઈ મેર અને હષૅદભાઈ અનકભાઈ ધાંધલ નામનાં બંને ઇસમોને પકડી પાડવામાં આવ્યા છે. તેમજ નાશી જનાર કીશન ભીખુરામ વાઘાણી કાર ચાલક વિરૂધ્ધ પ્રોહીબિશન એક્ટ મુજબનો ગુન્હો દાખલ કરાવી વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમને દેશી દારૂના મોટા જથ્થાની હેરાફેરી કરતા ઇસમોને પકડી પાડવામાં સફળતા મળી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!