માળીયા(મી)ના નવલખી નજીક વર્ષામેડી ફાટક પહેલા રોડ ઉપર આગળ રસ્તો બંધ હોય જેથી આવન જાવન કરતા વાહનો કતારમાં ઉભા હોય ત્યારે પાછળથી બેફામ ગતિએ ચલાવીને આવતા ટ્રક ટ્રેઇલરના ચાલકે આગળ ઉભેલ ટ્રકના ઠાઠામાં જોરદાર ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતના બનાવમાં આગળ ઉભેલ ટ્રકમાં નુકસાની પહોંચી હતી.જ્યારે ટ્રક ટ્રેઇલરના ચાલકનું સ્થળ ઉપર મૃત્યુ નીપજ્યું હતું. સમગ્ર અકસ્માતના બનાવની ફરિયાદના આધારે પોલીસે મૃતક ટ્રક ટ્રેઇલરના ચાલક સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
અકસ્માતની પ્રાપ્ત માહિતી મુજબ પીપળીયા ચાર રસ્તે આવેલ કીર્તિ ટ્રાન્સપોર્ટની ઓફિસમાં રહેતા મૂળ બિહારના વતની મુનાકુમાર રાજીન્દર પ્રસાદ ઉવ.૨૩એ માળીયા(મી)પોલીસ મથકમાં આરોપી ટ્રક ટ્રેઇલર રજી.નં. જીજે-૩૬-ટી-૯૯૯૫ના ચાલક ભુપતભાઇ નરસીંહભાઇ ધોળકીયા રહે.દેવગઢ તા.માળીયા મી. વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે ગત તા.૨૯/૦૭ના રાત્રીના ત્રણ વાગ્યાના અરસામાં મોરબી-નવલખી રોડ વર્ષામેડી ફાટક નજીક આગળ રોડ બંધ હોય જેથી બધી ટ્રકો રોડ પર લાઇનમા પડેલ હોય ત્યારે ઉપરોક્ત ટ્રક ટ્રેઇલરના ચાલકે પોતાનું વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે પોતાની તથા બીજાની જીદગી જોખમાઇ તે રીતે ચલાવી આગળ રોડ ઉપર ઉભેલ ટ્રક ટ્રેઇલર નં. જીજે-૦૫-બીવી-૨૨૧૯ વાળી ના ઠાઠામા અથડાવતા તે ટ્રક ટ્રેઇલર આગળ ઉભેલ ટ્રકના ઠાઠામા અથડાતા તેના ટ્રકમા નુકશાન થઈ હતી જ્યારે આરોપી ટ્રક ટ્રેઇલર રજી.નં. જીજે-૩૬-ટી-૯૯૯૫નો ચાલક ભુપતભાઇ નરસીંહભાઇ ધોળકીયાનું મૃત્યુ નીપજ્યું હતું. જે સમગ્ર અકસ્માત મામલે આરોપી મૃતક ટ્રક ટ્રેઇલરના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી પોલીસે આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.