Sunday, November 24, 2024
HomeGujaratવલસાડ સિટી પોલીસે છેલ્લા છ માસથી અપહરણના ગુન્હાના આરોપીને લુધિયાણાથી પકડી પાડયો:પોલીસે...

વલસાડ સિટી પોલીસે છેલ્લા છ માસથી અપહરણના ગુન્હાના આરોપીને લુધિયાણાથી પકડી પાડયો:પોલીસે સ્થાનિક અને આઈસ્ક્રીમ વેચનારનો વેશ ધારણ કર્યો

વલસાડ સિટી પોલીસે છેલ્લા છ માસથી અપહરણ થયેલ બાળકી તથા અપહરણ કરનાર આરોપીને પંજાબના લુધિયાણા ખાતેથી ઝડપી પાડયો છે. ગત તા. 22/02/2024 ના રોજ વલસાડ સિટીના તિથલ રોડ શ્વેતા સોસાયટી ખાતે રહેતા ફરિયાદી દેવેન્દ્રભાઈ શિવપાલભાઈ મિસ્ત્રીની 15 વર્ષની બાળકી આવાબાઈ સ્કૂલ હાલાર રોડ વલસાડ ખાતે સવારે અભ્યાસ માટે ગયા બાદ ઘરે પરત ન આવતા વલસાડ સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, વલસાડ સિટીના તિથલ રોડ શ્વેતા સોસાયટી ખાતે રહેતા ફરિયાદી દેવેન્દ્રભાઈ શિવપાલભાઈ મિસ્ત્રીની 15 વર્ષની બાળકી ગત તા. 22/02/2024 ના રોજ આવાબાઈ સ્કૂલ હાલાર રોડ વલસાડ ખાતે સવારે અભ્યાસ માટે ગયા બાદ ઘરે પરત ન આવતા વલસાડ સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેને લઈને શહેરના 100 જેટલા સીસીટીવી ચેક કરતા તેમજ બાળકીના મિત્રો અને સગા સંબંધીઓની પૂછપરછ કરતા રોહિત માતાપ્રસાદ શર્મા ઉર્ફે રોહિત પંડિત રહે. ભટાર સુરત મૂળ રહે. ગામ-ચિતોરા આગ્રા ઉત્તરપ્રદેશ બાળકીનું અપહરણ કરી લઈ ગયેલ હોવાની વિગતો સામે આવતા પોલીસ દ્વારા ભટાર વિસ્તાર ખાતે શકમંદ આરોપીના ઓળખીતા તથા મિત્રો રહેતા હોય જયાં ખાનગી રાહે વોચ-તપાસ કરવામાં આવેલ તેમજ તેઓની પુછપરછ કરી, સુરત શહેરના ભટાર વિસ્તારના તથા સુરત રેલ્વે સ્ટેશનના લગભગ ૫૦ જેટલા CCTV કેમેરા ચેક કરવામાં આવતા આરોપી બાળકીને લઇને સુરત રેલ્વે સ્ટેશનથી રાજસ્થાન જતી ટ્રેનમાં બેસેલ હોવાનું સામે આવ્યું હતું. જેને આધારે વલસાડ સીટી પોલીસ સ્ટેશનથી એક ટીમ બનાવી રાજસ્થાનના જયપુર તથા જોધપુર ખાતે તપાસ કરવામાં આવી હતી. પરંતુ બાળકી કે આરોપી અંગે કોઈપણ વિગતો સામે આવી ન હતી. ત્યારે આરોપીનું મુળ વતન આગ્રા હોવાથી ત્યાં ટીમો મોકલી તપાસ કરતા આરોપી ઘરે પણ ન આવ્યું સામે આવ્યું હતું. ત્યારે આરોપીના સગા સંબંધીઓની આકરી પૂછપરછ કરતા આરોપી જુગાર રમવાની ટેવવાળો અને મોબાઈલમાં MPL GAME નામની એપ્લીકેશન વડે રોજ હારજીતનો જુગાર રમતો હોવાની હકીકત સામે આવતા. કોઇ બેંકમાં ખાતુ ખોલાવી ઓન લાઈન વ્યવહારો કરશે તેવી શક્યતા જણાતા, ભારતમાં કામ કરતી તમામ બેંકોને પત્ર લખી હાલના આરોપીની મળી આવેલ વિગતો આધારે તેનુ કોઇ બેંકમાં એકટીવ ખાતુ છે કે કેમ? તેની તપાસ કરતા આરોપીનુ એક્ટીવ ખાતુ મળી આવ્યું હતું. આ ખાતાની વીગતો તથા હ્યુયુમન સોર્સ દ્વારા તપાસ કરાવતા આરોપી હાલમાં પંજાબ રાજયના લુધીયાણા ખાતે આવેલ માલવા જી.આઈ.ડી.સી.મા વિસ્તારમાં કામ કરતો હોવાનું અનુમાનને આધારે પોલીસ સ્ટેશનથી એક ટીમ બનાવી પંજાબના લુધીયાણા ખાતે મોકલવામાં આવી જે ટીમ દ્વારા જી.આઈ.ડી.સી. માં આવેલ લગભગ ૨૫ જેટલી અલગ-અલગ નાની-મોટી કંપનીઓમાં આઈસ્ક્રીમની લારી ભાડે રાખીને, ફેરીયાઓનો વેશ ધારણ કરી, મજુર બનીનીને અલગ-અલગ કંપીનઓમાં કામ માંગવાના બહાને સતત ત્રણ દિવસ સુધી વોચ રાખી આરોપી માલવા ટેક્સટાઈલ્સ પ્રા.લી.મા કામ કરતો હોવાનું શોધી કાઢ્યું હતું. ગુજરાત પોલિસની ઓળખ છતી ન થાય એવી રીતે તેના રહેણાંક સરનામાની માહિતિ મેળવી પંજાબ સરકારના વોટર આઈ-ડી બનાવતા વિભાગના સરકારી કર્મચારીનો વેશ ધારણ કરી આરોપીના રહેણાંક વિસ્તારમાં આવેલ લગભગ ૫૦ જેટલા ચાલી પ્રકારના મકાનોમા વોટર આઈ-ડી બનાવવાનો ડેટા એકત્ર કરવાના બહાને આરોપીનુ મકાન, આરોપી તથા અપહરણ થનાર બાળકીને વેરીફાય કરી શોધી કાઢ્યા હતાં. આમ પોલિસે ગુમ થનાર બાળકીને શોધી કાઢવા માટે છેલ્લા છ મહિનામાં આશરે ૧૫૦ જેટલા CCTV ફુટેજ તથા ૨૦૦ જેટલા CDR એનાલીસસ કરી આરોપી મળી આવવાના સુરત(ગુજરાત) તથા જયપુર-જોધપુર(રાજસ્થાન) તથા આગ્રા(ઉત્તરપ્રદેશ) તથા લુધિયાણા (પંજાબ) ખાતે તપાસ કરી તથા હ્યુમન સોર્સનો ઉપયોગ દ્વારા અપહરણ થનાર બાળકીને સહિસલામત આરોપીના કબ્જામાંથી છોડાવી અપહરણ કરનાર આરોપી રોહિત માતાપ્રસાદ શર્મા ઉર્ફે રોહિત પંડિતને પકડી પ્રશંશનીય કામગીરી કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!