Wednesday, October 30, 2024
HomeGujaratહળવદના ઈશ્વરનગર ગામે જાહેર જુગાર રમતા ૬ શકુનિઓ ઝડપાયા

હળવદના ઈશ્વરનગર ગામે જાહેર જુગાર રમતા ૬ શકુનિઓ ઝડપાયા

રાજકોટ રેન્જ આઇ.જી. અશોકકુમાર યાદવ તથા મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠી દ્વારા પ્રોહી-જુગારની અસામાજિક પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા સખત સુચના આપવામાં આવતા તે અન્વયે કામગીરી કરતા દરમિયાન હળવદ તાલુકાના ઈશ્વરનગર ગામે જાહેરમાં અમૂક ઈસમો જુગાર રમતા હોવાની બાતમી હળવદ પોલીસને મળતા જ તેઓ દ્વારા સ્થળ પર રેઇડ કરી જાહેરમાં જુગાર રમતા કુલ ૬ આરોપીઓને રોકડ રકમ રૂ.૧૫,૯૦૦/- સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી આરંભી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, હળવદ પોલીસની ટીમ ગઈકાલે હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન તેઓને મળેલ બાતમી હકીકતનાં આધારે ઈશ્વરનગર ગામે તળાવની પાળ ઉપર જાહેરમાં જુગાર રમતા ઈસમો પર રેઇડ કરી ધર્મેન્દ્રભાઈ મોહનભાઈ જાલરીયા, જગદીશભાઈ માવજીભાઈ ચડાસણીયા, લાલજીભાઈ પ્રેમજીભાઈ પટેલ, પરસોતમભાઈ મગનભાઈ વિડજા, કાંતિલાલ કેશવજીભાઈ કાલરીયા તથા વિનોદભાઈ કરશનભાઈ રૂપાલા નામના ઈસમોને રોકડ રકમ રૂ.૧૫,૯૦૦/- તથા જુગાર રમવાના સાહિત્ય સાથે પકડી પાડી જુગાર ધારા કલમ-૧૨ મુજબનો ગુન્હો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!