Sunday, November 24, 2024
HomeGujaratમોરબીના લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા માધાપરવાડી શાળામાં ઊર્જા અંગે સેમિનાર યોજાયો

મોરબીના લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા માધાપરવાડી શાળામાં ઊર્જા અંગે સેમિનાર યોજાયો

ગુજરાત ઉર્જા વિકાસ એજન્સી (GEDA) ગાંધીનગર પ્રેરિત આર્યભટ્ટ લોકવિજ્ઞાન કેન્દ્ર-મોરબી દ્વારા માધાપરવાડી શાળામાં ઉર્જા સેમિનાર યોજાયો

- Advertisement -
- Advertisement -

મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં વિદ્યાર્થીનીઓને પ્રેક્ટિકલ જ્ઞાન મળી રહે,બાળક વાંચેલું ભૂલી જાય છે, સાંભળેલું થોડું થોડું સમજાય છે પણ જોયેલું, સાંભળેલું અને જાતે કરેલું વ્યવસ્થિત સમજાઈ જાય છે. સમજપૂર્વકનું જ્ઞાન મેળવે એ માટે મોરબીના આર્યભટ્ટ લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા ઉર્જા અંગેનો સેમિનાર યોજાયો શરૂઆતમાં લોકવિજ્ઞાન કેન્દ્રના સંચાલક દિપેનભાઈ ભટ્ટનું શાળાના પ્રિન્સિપાલ દિનેશભાઈ ડી.વડસોલાએ પુસ્તક આપી આવકાર્યા હતા.

ત્યારબાદ દિપેનભાઈ ભટ્ટે બંને શાળાના ધો.6 થી 8 ની વિદ્યાર્થીનીઓને સ્લાઈડ દ્વારા વિવિધ ઉર્જા સ્રોતો વિશે,પરંપરાગત ઉર્જા અને બિન પરંપરાગત ઉર્જા સ્રોતો વિશે સચિત્ર સમજ આપી વધુને વધુ પરંપરાગત ઉર્જા સ્રોતો જેવાકે સોલાર ઉર્જા,પવન ઉર્જા, જળઉર્જા વગેરેનો ઉપયોગ કરી બનતા સાધનો સોલાર રફ ટોપ, સોલાર વોટર, પવનચક્કી, સોલાર કુકર વગેરે સાધનો દ્વારા કુદરતી ઉર્જાનો ઉપયોગ કરવાની સમજ વિસ્તૃત સમજ આપી હતી ત્યારબાદ વિદ્યાર્થીઓ કેટલું સમજ્યા? કેટલું યાદ રહ્યું?

એ માટે પ્રશ્નોતરી કરવામાં આવી જેમ કે LED બલ્બનું પૂરું નામ શું છે? બિન પરંપરાગત ઉર્જા શ્રોત માટે શું અસંગત છે? સોલાર સેલ કઈ ધાતુમાંથી બને છે?કઈ વનસ્પતિમાંથી બાયોડિઝલ બનાવી શકાય છે?જેમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરનાર હડિયલ પૂનમ જલારામભાઈને 500 રૂપિયા, દ્વિતિય નંબર પરમાર વંદના હંસરાજભાઈ,હેંસી દિલીપભાઈ પરમાર,ડાભી વિશ્વા યોગેશભાઈ ત્રણેયને બીજો નંબર સંયુક્ત રૂપે આવતા દરેકને 200 રૂપિયા પ્રોત્સાહક ઈનામ આપવામાં આવ્યા હતા.સેમિનારને સફળ બનાવવા જયેશભાઈ અગ્રાવત દયાળજીભાઈ બાવરવા, ચાંદનીબેન સાંણજા,નીલમબેન ગોહિલ અને હિતેશભાઈ બરાસરા વગેરેએ ખુબજ જહેમત ઉઠાવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!