મોરબીના પીપળીયા ગામે જુના ઝઘડામાં થયેલ પોલીસ ફરિયાદમાં સમાધાન બાબતનો ખાર રાખી સગા ભાઈએ ભાઈને છરાના બે ઘા મારી ઘાયલ કરી દેતા સારવારમાં રહેલા નાના ભાઈએ મોટાભાઈ વિરુદ્ધ તાલુકા પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના પીપળીયા ગામે રહેતા અને ખેતી તથા અનાજ દળવાની ઘંટી ચલાવતા ગોવીદસિહ નરવીરસિહ જાડેજા ઉવ.૫૧ એ પીપળીયા ગામમાં જ રહેતા તેમના મોટાભાઈ આરોપી મહીપતસિહ નરવીરસિહ જાડેજા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી કે આજથી દોઢેક વર્ષ પહેલાં ગોવિંદસિંહના ભત્રીજાએ તેમને ગાળો આપી ઝપાઝપી કરી હોય તેથી ગોવિંદસિંહે તેમના મોટાભાઈના દીકરા વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી હોય જે કેસ બાબતે સમાધાન કરવા મહિપતસિંહ વારંવાર તેમના નાનાભાઈ ગોવિંદસિંહને કહેતા હોય ત્યારે ગત તા.૩૦/૦૭ના રોજ રાત્રીના ગોવિંદસિંહે પીપળીયા ગામે ગ્રાહક પાસે અનાજ દળવાના બાકી રાખેલ રૂપિયા લેવા ગયા ત્યારે આરોપી માહિપતસિંહે પોલીસ ફરિયાદમાં સમાધાન માટે કહેતા ગોવિંદસિંહે ના પાડેલ હતી, જેથી એકદમ ઉશ્કેરાયેલા માહિપતસિંહે બાઇક માંથી મોટો છરો કાઢી ગોવિંદસિંહને હાથમાં અને ગરદન પાસે ઘા મારી દીધા હતા ત્યારે દેકારો થતા મહિપતસિંહ સ્થળ ઉપરથી નાસી ગયા હતા.
ઉપરોક્ત બનાવ બાદ ઇજાગ્રસ્ત ગોવિંદસિંહને મોરબી સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડતા હાથમાં અને ગરદનમાં ટાકા આવ્યા હતા ત્યારે હોસ્પિટલના બિછાબેઠું ગોવિંદસિંહે આરોપી માહિપતસિંહ સામે ફરિયાદ નોધાવતા પોલીસે આરોપી સામે ગુનો દાખલ કરી તેમની અટક કરવા તજવીજ હાથ ધરી છે.