Friday, November 1, 2024
HomeGujaratહળવદનાં નજીક થતી કેમીકલની ગેરકાયદેસર હેરાફેરીનો પર્દાફાશ કરતી SOG:૬૩.૧૭ લાખનો મુદ્દામાલ ઝડપાયો:ત્રણ...

હળવદનાં નજીક થતી કેમીકલની ગેરકાયદેસર હેરાફેરીનો પર્દાફાશ કરતી SOG:૬૩.૧૭ લાખનો મુદ્દામાલ ઝડપાયો:ત્રણ ઇસમો અંધારામાં નાસી છૂટયા

રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ તથા મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીએ મોરબી જિલ્લામાં મિલકત સબંધી / ડીઝલ, કેમીકલ, પેટ્રોલ ચોરીઓ અંગેના ગુનાઓ બનતા અટકાવવા સૂચનો કરતા તે અન્વયે કામગીરી કરતા દરમિયાન મોરબી એસ.ઓ.જી. દ્વારા બાતમીના આધારે હળવદનાં શ્રીહરી ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં આવેલ કારખાના પાછળ ટેંકરમાંથી કેમીકલની થતી ગેરકાયદેસર હેરાફેરી પકડી પાડી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી એસ.ઓ.જી. ટીમને બતમાંઈ મળી હતી કે, હળવદ ધ્રાંગધ્રા હાઇવે શકિતનગર ગામ પાસે આવેલ આઇમાતા હોટલ સામે, શ્રીહરી ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં આધ્યાશકિત એન્જીનીયરીંગ વર્કસ કારખાનાની પાછળના ભાગે એક ટેન્કરમાંથી ત્રણ ઇસમો ગેર કાયદેસર શંકાસ્પદ રીતે કેમીકલની હેરાફેરી કરતા હોવાની ચોકકસ માહીતી મળતા જે માહીતીનાં આધારે રેઇડ કરતા સ્થળ પર ત્રણ ઇસમો ટેન્કરમાંથી કેમીકલની ગેર કાયદેસર હેરાફેરી કરતા હોય જેઓ વરસાદી માહોલ તથા રાત્રીના અંધારાનો લાભ લઇ નાશી ભાગી ગયેલ તે જગ્યાએથી GJ-12-BW-9237 નંબરનું ટેન્કર, GJ-27-TT-7634 નંબરની બોલેરો પીકઅપ ગાડી, ટેન્કરમાંથી કાઢેલ આશરે ૧૯૦૫ લીટર કેમીકલ, ટેન્કરમાં ભરેલ આશરે ૩૦,૭૦૦ કિ.ગ્રામ કેમીકલ સહિતની સામગ્રી મળી કુલ રૂ.૬૩,૧૭,૭૦૨/- નો મુદામાલ ચોરી કે છળકપટથી મેળવેલ શકપડતી મિલ્કત તરીકે મળી આવતા હળવદ પોલીસ સ્ટેશન ખાતે ભારતીય નાગરીક સુરક્ષા સહિતા ૨૦૨૩ ની કલમ-૧૦૬(૧) મુજબ કાર્યવાહી કરી આગળની ધોરણસરની કાર્યવાહી કરવા સોપી આપવામાં આવ્યો છે.

આ કામગીરીમાં મોરબી એલસીબી ઇન્ચાર્જ પીઆઇ એમ.પી.પંડ્યા, પીએસઆઈ કે.આર.કેસરિયા સહિત મોરબી એસઓજીનો સ્ટાફ જોડાયો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!