મોરબીમાં દ્વિચક્રી વાહનો ચોરાવા તથા લુંટનાં બનાવો સતત વધી રહ્યા છે. ત્યારે મોરબી જીલ્લા એસપી રાહુલ ત્રીપાઠીએ ચોરી, લુંટ, ધાડ જેવા મિલકત સબંધી ગુનાઓમા પરીણામ લક્ષી કામગીરી કરવા સુચના અને માર્ગદર્શન કરેલ હોય જે અનુસંધાને કામગીરી કરતા દરમિયાન મોરબી સીટી બી ડિવિઝન પોલીસ દ્વારા મોરબીનાં વિસિપરા વિસ્તારમાંથી એક ઈસમને ચોરાઉ મોટરસાયકલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી સિટી બી ડિવિઝન પોલીસની ટીમ ગઈકાલે વીસીપરા પોલીસ ચોકી પાસે વાહન ચેકીંગમા હોય દરમ્યાન વીસીપરા બાજુથી એક શંકાસ્પદ સફેદ કલરનુ એક્ટીવા મોટરસાયકલ નંબર પ્લેટ વગર આવતા જેને અટકાવી મોટર સાયકલના કાગળો માંગતા પોતાની પાસે નહી હોવાનુ જણાવતા હોય જેથી પોલીસ કર્મીઓ દ્વારા પોકેટ કોપ મોબાઇલ એપ્લીકેશનમા મોટરસાયકલના એન્જીન ચેચીસ નંબર સર્ચ કરી જોતા મોટરસાયકલ અકરમભાઇ હુસેનભાઇ સુમરા (રહે- મદીનાસોસા. વીસીપરા મોરબી)ના નામનુ બતાવતુ હોય જેથી હાજર ઇસમની યુક્તિ પ્રયુક્તિથી પુછપરછ કરતા મોટરસાયકલ વિજયનગર માથી ચોરી કરેલાની કબુલાત આપતા મોટર સાયકલ મોરબી સીટી બી ડીવીજન પો.સ્ટે. ગુ.ર.જી. નં. ૧૧૧૮૯૦૦૪૨૪૧૫૧૨/૨૦૨૪ બી.એન.એસ. કલમ ૩૦૩(૨) મુજબના કામે ચોરીમા ગયેલ હોવાનુ જણાઇ આવેલ હોય જેથી મોટરસાયકલ કબ્જે કરી મોટર સાયકલ સાથે મળી આવેલ ઇસમ જાવેદ મહેબુબભાઇ જામ વિરૂધ્ધ કાયદેશરની કાર્યવાહી હાથ ધરી છે