મોરબી એસઓજી પોલીસ ટીમે ગત રાત્રીના હળવદ-ધ્રાંગધ્રા રોડ ઉપર શક્તિનગર ગામ નજીક ટેન્કરમાંથી કેમિકલની ગેરકાયદેસર હેરાફેરી કરતા ટેન્કર, બોલેરો ગાડી, એનાલીન કેમિકલના જથ્થા સહિત રૂપિયા ૬૩.૧૭ લાખથી વધારેનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો જે દરોડા દરમિયાન ત્રણ ઈસમો અંધારાનો લાભ લઇ નાસી ગયા હતા ત્યારે ટેન્કર માલીક અને ટેન્કરમાં એનાલીન કેમિકલ ભરી આપનાર ટ્રાન્સપોર્ટના મેનેજર દ્વારા હળવદ પોલીસ મથકમાં ટેન્કર ચાલક સામે નામજોગ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર મૂળ મહારાષ્ટ્ રાજ્યના વતની હાલ ગાંધીધામ(કચ્છ) તાલુકાના કીડાણા ગામે રહેતા લલીતભાઈ સાંઈબાબા બીરારીસ.પાટીલ ઉવ.૩૨ એ હળવદ પોલીસ મથકમાં ટેન્કર રજી. જીજે-૧૨-બીડબ્લ્યુ-૯૨૩૭નો ચાલક આરોપી ઇમરાન મહેંદીહસન તથા બોલેરો પીકઅપ નં. જીજે-૨૭-ટીટી-૭૬૩૪નો ચાલક, આરોપી એક અજાણ્યો ઈસમ તથા તપાસમાં ખુલ્લે તેના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે તા.૦૩/૦૮ ના રોજ રાત્રીના આશરે પોણા બે વાગ્યાના સુમારે હળવદ ધ્રાંગધ્રાં હાઇવે શક્તીનગર ગામ નજીક પાસે આવેલ આઇ માતા હોટલ સામે આધ્યાશક્તિ એન્જીનીયરીંગ વર્કસ કારખાનાની પાછળના ભાગે ટેન્કર નં.જીજે-૧૨-બીડબ્લ્યુ-૯૨૩૭નો ચાલક ઇમરાન મહેંદીહસન તથા બોલેરો પીકઅપ નં.જીજે-૨૭-ટીટી-૭૬૩૪નો ચાલક તથા એક અજાણ્યો ઇસમ ટેન્કરમા રહેલ એનાલીન કેમીકલ જે ખુબજ જોખમકારક છે તે કેમીકલ ની વાસ વધુ માત્રામા જો શ્વાસમા ભળી જાય તો માણસનુ મ્રુત્યુ પણ થઈ શકે તેવુ જાણતા હોવા છતા ઉપરોક્ત ટેન્કરના ઉપરના ભાગે પાછળનાખાનાનુ સીલ તોડી ઢાંકણુ ખોલી તેમા પાઇપ નાખી બીજા છેડા વડે બોલેરો પીકઅપમાં મુકેલ ૩૫ લીટરની ક્ષમતા વાળા ૧ કેરબામા ૩૫ લીટર ૧ લીટર ની કિ.રુ. ૧૩૮ લેખે એનાલીન કેમીકલ કિમત રુ. ૪૮૩૦ નુ કાઢી લઇ અમારી સાથે વિશ્વાઘાત કર્યો હોવાની ફરિયાદ નોંધાવી હતી. હાલ હળવદ પોલીસે તમામ આરોપીઓ સામે ગુનો દાખલ કરી આરોપીઓને પકડી પાડવા તપાસની તજવીજ હાથ ધરી છે.