Wednesday, November 6, 2024
HomeGujaratમોરબીના ઝિકિયારી ગામે વર્ષ ૨૦૨૦માં માતા બહેનને મોતને ઘાટ ઉતારનાર હત્યારા દીકરાને...

મોરબીના ઝિકિયારી ગામે વર્ષ ૨૦૨૦માં માતા બહેનને મોતને ઘાટ ઉતારનાર હત્યારા દીકરાને આજીવન કેદની સજા ફટકારાઇ

મોરબીમાં વર્ષ ૨૦૨૦ માં બનેલ ડબલ મર્ડર કેસમાં આજ રોજ સેસન્સ કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો છે. અને માતા અને બહેનની નજીવી બાબતે હત્યા કરનાર હત્યા દીકરાને આજીવન કેદની સજા તથા ૧૦૦૦૦ નો દંડ ફટકાર્યો છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબીના ઝીકીયારી ગામના પાદરમાં દેવશીભાઈ સવજીભાઈ ભાટીયાના રહેણાંક મકાનમાં ગત તા.૦૭/૧૧/૨૦૨૦ ના રોજ રાતના સમયે કસ્તુરબેન તથા તેમની દિકરી સંગીતાબેન બંને રાતના રસોઈ બનાવવા બાબતે બોલાચાલી કરતા હોય જેથી દેવશીભાઇ ઉર્ફે કાળુભાઈ સવજીભાઈ ભાટીયાએ બંનેમાંથી એકને રસોઈ બનાવવાનું કહેતા તેઓ બંનેએ રસોઈ કરેલ ન હોય જેથી દેવશીભાઇને ગુસ્સો આવતા ઘરમાં પડેલ લોખંડના ધારીયા વતી બંન્નેના ગળાના ભાગે એક એક ધા મારી જીવલેણ ગંભીર ઈજા કરી મોત નીપજાવી દેતા સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. ત્યારે આરોપી સ્થળ પર જ હાજર મળી આવતા પોલીસે તેની અટકાયત કરી કોર્ટમાં રજુ કર્યો હતો. ત્યારે મોરબીનાં પ્રિન્સિપાલ ડીસ્ટ્રીક એન્ડ સેશન્સ જજ દ્વારા 18 મૌખિક અને 29 દસ્તાવેજી પુરાવા તેમજ મોરબી જિલ્લા સરકારી વકીલ ની દલીલોને ધ્યાનમાં રાખીને આરોપી દેવશીભાઇ ઉર્ફે કાળુભાઈ સવજીભાઈ ભાટીયાને આજીવન કેદની સજા અને 10,000 નો દંડ ફટકાર્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!