Monday, November 25, 2024
HomeGujaratમોરબીમાં માસુમને મોતને ઘાટ ઉતારનાર આરોપી મહિલાને આજીવન કેદની સજા

મોરબીમાં માસુમને મોતને ઘાટ ઉતારનાર આરોપી મહિલાને આજીવન કેદની સજા

મોરબીમાં વર્ષ 2019માં એક કરુણ ઘટના સામે આવી હતી. જેમાં એક બાળકીને તેની સાવકી માતાએ બાળકીનું ગળુ પકડી સોફામાં દબાવી ઘા કરી તેમજ ચોપડીનો છુટો ઘા મારી સોફા પરથી પછાડી દેતા તેનું મોત નીપજ્યું હતું. જે સમગ્ર મામલે બાળકીની માતાએ ત્યાં કરનાર મહિલા સહીત તેના પતિ, સસરા તથા જેઠ વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જે સમગ્ર મામલે આજ રોજ મોરબી સેશન્સ કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો છે. અને આરોપી મહિલાને આજીવન કેદની સજા ફટકારી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, સુરત ખાતે રહેતી રીનાબેન ધવલભાઈ ત્રિવેદી નામની મહિલાએ ગત તા-૦૨/૦૩/૨૦૧૯ ના રોજ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી. અને જણાવ્યું હતું કે, તેમના પતી ધવલભાઇ માધવલાલ ત્રીવેદી તથા તેની પ્રેમીકા રસ્મીબેન દિવ્યેશભાઇ વરીયાવાલા તથા પોતાના જેઠ સંજયભાઇ માધવલાલ ત્રીવેદી તથા પોતાના સસરા માધવલાલ વિરેશ્વરભાઇ ત્રીવેદીએ તેની અઢી વર્ષની દીકરી યસ્વી ધવલભાઇ ત્રીવેદીને સુરત ખાતે ફરિયાદીનાં ઘરેથી ફોટો પડાવવાના બહાને આરોપી સ્મીબેન સાથે ભગાડી લઇ ગયેલ તેમજ સંજયભાઇ તથા માધવલાલએ ધવલભાઇ તથા રસ્મીબેનને મોરબીમાં રહેવા માટે સગવડ પુરી પાડી અને ધવલભાઇ તથા રસ્મીબેનએ યસ્વીનુ મોઢુ સોફામાં દબાવી દઇ પછાડી માથામાં કપાળના ભાગે ગંભીર ઇજા કરી મોત નીપજ્યું હતું. જેની ફરિયાદ દાખલ કરવાં આવી હતી. જે કેસની તપાસ સ્થાનિક પોલીસ દ્વારા કરવામાં આવતા સ્થાનીક જગ્યાની આજુબાજુ વાળા લોકોના નિવેદન લેતા બનાવ સમયે ફરીયાદમાં જણાવેલ નામવાળા રસ્મીબેન ફકત એક જ બનાવ સ્થળે હાજર હોય અને તેણે જ બાળકીને સોફા પર પેશાબ કરી જતા બાળકીનુ ગળુ પકડી સોફામાં દબાવી ઘા કરી તેમજ ચોપડીનો છુટો ઘા મારી સોફા પરથી પછાડી મોત નીપજાવેલાનુ તપાસ દરમ્યાન સામે આવ્યું હતું. જે સમગ્ર કેસ પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ, મોરબીની કોર્ટમાં ચાલી જતા જીલ્લા સરકારી વકીલ વિજય કુમાર જાનીએ કોર્ટમાં ફરિયાદ પક્ષે ૩૦ મૌખિક પુરાવા અને ૩૩ દસ્તાવેજી પુરાવા રજુ કર્યા હતા અને બચાવ પક્ષે ૧ દસ્તાવેજી પુરાવો રજુ થયો હતો જેને ધ્યાને લઈને કોર્ટે આરોપી રસ્મીબેન દિવ્યેશભાઈ વરિયાવાળાને આઈપીસી કલમ ૩૦૨ મુજબના ગુનામાં કસુરવાન ઠેરવી આજીવન કેદની સજા અને રૂ ૧૦ હજારનો દંડ તેમજ દંડ ના ભરે તો વધુ ૬૦ દિવસની સજા ફટકારી છે તેમજ આઈપીસી કલમ ૩૨૩ મુજબના ગુનામાં બે માસની કેદની સજા અને રૂ ૧૦૦૦ નો દંડ ફટકાર્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!