ટંકારા તાલુકાના લજાઈ ગામે ફરિયાદીના ઘરે આવી આરોપીઓએ માતા અને ફરિયાદીને લાંકડાના ધોકાથી તથા ઢીકાપાટુનો મુંઢ માર મારી, ગાળો આપી, જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાની ફરિયાદ દાખલ થઈ હતી. જે કેસમાં ટંકારાની કોર્ટે દ્વારા ચારેય આરોપીઓને એક વર્ષની સાદી સજા ફટકારવાનો હુકમ કરવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, ટંકારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં તા.૨૮/૦૩/૨૦૨૧ ના રોજ રાત્રીના સાડા આઠ-નવેક વાગ્યે લજાઈ ગામે ફરીયાદી મહેશભાઈ મગનભાઈ વામજાના ઘરે તુ અમને ખોટી રીતે બદનામ કરે છે, તેમ કહીને ફરીયાદી અને ફરીયાદીના માતા નર્મદાબેન ઉમર વર્ષ 70 વાળાને આરોપી મિલનભાઈ ઉર્ફે શંભુ મહિપતભાઈ વામજા, મુકેશભાઈ વાઘજીભાઈ વામજા, કેતનભાઇ વલ્લભભાઈ વામજા અને વિશાલભાઈ દિનેશભાઈ દેત્રોજાએ લાંકડાના ધોકાથી તથા ઢીકાપાટુનો મુંઢ માર મારી, ગાળો આપી, જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાની ફરિયાદ તા. 29/03/2021ના રોજ દાખલ કરી હતી. જે કેસ ટંકારાની કોર્ટમાં ચાલતા બંને પક્ષ દ્વારા 10 મૌખિક અને 6 દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવ્યા હતાં. ત્યારે બંને પક્ષની દલીલો સાંભળી ટંકારા જ્યુડી. મેજિસ્ટ્રેટ ફ.ક. સોહેબમહંમદ ગુલામમહંમદ શેખ સાહેબની કોર્ટે દ્વારા આજ રોજ આરોપીઓ મીલનભાઈ ઉર્ફે શંભુ મહિપતભાઈ વામજા, મુકેશભાઈ વાઘજીભાઈ વામજા, કેતનભાઈ વલ્લભભાઈ વામજા અને વિશાલભાઈ દિનેશભાઈ દેત્રોજાન કલમ-૩૨૩ તથા ૧૧૪ મુજબના શિક્ષાપાત્ર ગુન્હામાં સી.આર.પી.સી. કલમ-૨૪૮(૨) અંતર્ગત તકસીર વાન કરાવી ૧ (એક) વર્ષની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ કરવામાં આવ્યો છે.