Thursday, November 7, 2024
HomeGujaratમોરબી જિલ્લાના વકીલો દ્વારા જજોની બદલી થતા વેલકમ તથા ફેરવેલ પાર્ટીનું આયોજન

મોરબી જિલ્લાના વકીલો દ્વારા જજોની બદલી થતા વેલકમ તથા ફેરવેલ પાર્ટીનું આયોજન

મોરબી જિલ્લા વકીલો દ્વારા મોરબીના ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ દેવધરા સાહેબનો તથા નવા નીમાયેલા ડીસ્ટ્રીકટ જજ મહીડા સાહેબ તથા એડીશ્નલ ડીસ્ટ્રીકટ જજ પંડયા સાહેબની સ્પે. પોકસો કોર્ટમાં બદલી થતા તમામની વેલકમ તથા ફેરવેલ પાર્ટીનું મોરબી બાર એસો.નાં પ્રમુખ દીલીપભાઈ અગેચાણીયાની આગેવાનીમાં આયોજન કરવામાં આવ્યું હતું.

- Advertisement -
- Advertisement -

મોરબી બાર એસો. દ્વારા આયોજિત વેલકમ તથા ફેરવેલ પાર્ટીમાં ડીસ્ટ્રીકટ જજ દેવધરા સાહેબે તથા નવા નીમાયેલા ડીસ્ટ્રીકટ જજ મહીડા સાહેબ તથા તથા મોરબી બારના પ્રમુખ દીલીપભાઈ અગેચાણીયા દ્વારા પ્રસંગને અનુરૂપ પ્રવચન કરવામાં આવ્યું હતું. તેમજ મોરબી બારના પ્રમુખ દ્વારા મોમેન્ટો આપી ડીસ્ટ્રીકટ જજને સન્માન કરવામાં આવેલ તેમજ નવા નિમાયેલા ડીસ્ટ્રીકટ જજ મહીડા સાહેબને મોરબી બારના સેક્રેટરી વીજયભાઈ શેરશીયા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ હાજર રહેલ મોરબીના એડી ડીસ્ટ્રીકટ જજ પંડયા સાહેબનુ સન્માન મોરબી બારના ઉપપ્રમુખ ટી.બી.દોશી દ્વારા કરવામાં આવ્યું હતું. જયારે હાજર રહેલ મોરબીના ચીફ જયુડી. જજ રાવલ સાહેબનુ સન્માન મોરબી બારના જોઈન્ટ સેક્રેટરી ઉદયસીંહ જાડેજા દ્વારા કરવામાં આવ્યું હતું. અને હાજર રહેલ મોરબીના પ્રિન્સી. ફેમીલી જજ વાનાણી સાહેબ, ઈજનેર સાહેબ, ચંદનાની સાહેબ, ખાન સાહેબ, જાડેજા સાહેબ તથા લીગલ સર્વિસ ઓથોરીટીના જજ પારેખ સાહેબનુ સન્માન મોરબી બારના કારોબારી સભ્ય સાગર પટેલ, બ્રિજરાજસીહ ઝાલા, કરમશી પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થીત રહેલ સબકારી વકીલ જાની સાહેબ, દવે સાહેબ, કારીઆ સાહેબ,ચીસ્તી સાહેબ, નીલીમાબેનનુ પણ સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ મોરબી બારના વિકાસમાં સતત પ્રય્તનશીલ રહેતા દીલીપભાઈ અગેચાણીયાનુ સન્માન તમામ જુનીયર એડવોકેટ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોરબી જીલ્લા વકીલ મંડળના તમામ સીનીયર એડવોકેટ ઉર્મીલાબેન મહેતા, ચાનીયાભાઈ,ઓઝાભાઈ,ચાવડા સાહેબ, ધમેન્દ્રભાઈ આદ્રોજા, પુષ્પાબેન ભટ્ટ, ભરતસીહ ઝાલા, કાજલબેન ચંડીભમ૨, આશીષભાઈ વાળા,મનીષભાઈ જોશી,બી. કે. ભટ્ટ,જીતેનભાઈ અગેચાણીયા વીગેરે મોટી સંખ્યામાં વકીલો હાજર રહ્યા હતા. અને આભાર દર્શન મોરબી બારના સેક્રેટરી વીજયભાઈ શેરશીયા તથા જીતેનભાઈ અગેચાણીયા દ્વારા કરવામાં આવ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!