મોરબી શહેર તથા ગ્રામ્યમાં તેમજ વાંકાનેર પોલીસ દ્વારા તીનપત્તીનો જુગાર રમી રહેલા ઉપર તવાઈ બોલાવી અલગ અલગ ૫ સ્થળોએ રેઇડ કરી હતી. ત્યારે પોલીસના દરોડામાં ત્રણ મહિલા સહિત કુલ ૨૨ પત્તાપ્રેમીઓને ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસે કુલ રૂપિયા ૩૯,૪૪૦/- કબ્જે લઈ તમામ સામે લાગુ પડતા પોલીસ મથકમાં જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જુગારના પ્રથમ દરોડામાં વાંકાનેર શહેરના નવાપરા વિસ્તારમાં આવેલ દેવીપૂજકવાસમાં વાંકાનેર સીટી પોલીસે દરોડો પાડતા જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા સુનિલભાઈ ધીરૂભાઈ કાવીઠીયા ઉવ.૨૩, ભાવેશભાઈ સોમાભાઈ ચોવીસીયા ઉવ.૨૯, રણજીતભાઈ હસુભાઈ ધ્રાંગધીયા ઉવ.૨૧, હીતેષભાઈ જેસીંગભાઈ ચોવીસીયા ઉવ.૧૯ બધા રહે.વાંકાનેર નવાપરા જી.આઈ.ડી.સી દેવીપુજકવાસની કુલ રોકડા રૂપિયા ૧,૭૯૦/-સાથે અટકાયત કરી ચારેય આરોપીઓ સામે વાંકાનેર સીટી પોલીસમાં જુગારધારા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.
બીજા દરોડામાં મોરબી તાલુકાના મોડપર ગામે બીલીયા ગામ જવાના રસ્તે આવેલ દેવીપૂજકવાસમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમી રહેલા ત્રણ ઇસમોને ઝડપી લેવાયા હતા. જેમાં ઝવેરભાઇ રમુભાઇ દેલવાડીયા ઉવ.૩૬, ભરતભાઇ હેમુભાઇ દેલવાડીયા ઉવ.૩૨ તથા રમેશભાઇ નાનજીભાઇ બડઘા ઉવ.૩૩ તમામ રહે.મોડપર તા.જી.મોરબીને ઝડપી લેવામાં આવ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી કુલ રૂ.૧૦,૧૦૦/-રોકડ કબ્જે કરી તાલુકા પોલીસ મથકમાં જુગારધારા હેઠળ કેસ દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
જુગારના ત્રીજા દરોડામાં મોરબી તાલુકાના નવા સદુળકા ગામની સીમમાં પતારીયા વોકળા નજીક આવેલ ખેતરની બાજુમાં બેટરીના અજવાળે ગંજીપત્તા વડે તીનપત્તીનો જુગાર રમતા કુલ સાત જુગારીને રોકડા રૂપિયા ૨૧,૦૦૦/- સાથે ઝડપી લેવાયા છે. જેમાં કિશોરભાઇ લાલજીભાઇ ચારોલા, અશોકભાઇ વેરશીભાઇ કારૂ, પીન્ટુભાઇ ફુલજીભાઇ ચારોલા, જગદીશભાઇ સવજીભાઇ ઝઝવાડીયા, પરેશભાઇ બાબુભાઇ પરેચા, કિશનભાઇ વેરશીભાઇ કારૂ, ખેંગારભાઇ અવચરભાઇ વરાણીયા તમામરહે. નવા સાદુરકા તા.જી.મોરબીવાળાને દાબીચી લેવામાં આવ્યા છે.
ચોથા દરોડાની પ્રાપ્ત માહિતી અનુસાર મોરબીના નાની વાવડી કબીર આશ્રમ પાછળ કેનાલ નજીક જાહેરમાં તીનપત્તીની બાઝી માંડી બેઠેલા કિશનચંદ્ર ઉર્ફે કિશોરભાઈ નારણભાઈ વાઘેલા રહે.નાની વાવડી બસ સ્ટેન્ડની બાજુમા વણકરવાસ, દિપકભાઈ પોપટભાઈ ટુંડીયા ઉવ.૩૬ રહે.પંચાસર ગામ તા.જી.મોરબી, દિનેશભાઈ આલાભાઈ મકવાણા ઉવ.૪૫ રહે.નાની વાવડી દશામાના મંદીર પાછળ, મહેશભાઈ ભોજાભાઈ ઉભડીયા ઉવ.૩૮ રહે.નાની વાવડી દશામાના મંદીર પાછળ કુમાર પ્રા.શાળા પાસેને ઝડપી લેવાયા છે. પોલીસે સ્થળ ઉપરથી ગંજીપત્તા તથા રોકડ રૂ.૩,૬૫૦/- સહિતનો મુદ્દામાલ કબ્જે કરી એ ડિવિઝર્સન પોલીસ મથકમાં ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જ્યારે પાંચમા દરોડામાં સીટી એ ડિવિઝન પોલીસને મળેલ બાતમીને આધારે લીલાપર રોડ ખાતે આવેલ ચાર માળીયા પાસે જુગારની મહેફિલ કરી તીનપત્તીનો જુગાર રમતા મોહનભાઇ કિશનભાઇ મારવાડી ઉવ.૪૫ રહે, મોરબી લીલાપર રોડ ચાર માળીયા બી-૦૬ નં.૩૦૪, મુમતાજબેન હાજીભાઇ નુરમામદભાઇ પલેજા ઉવ.૫૫ રહે.મોરબી લીલાપર રોડ ચાર માળીયા બી-૦૫, જાહીદાબેન હુશેનભાઇ રસુલભાઇ ત્રાયા ઉવ.૪૦ રહે.મોરબી લીલાપર રોડ ચાર માળીયા બી-૦૨ તથા શાયરાબેન રફીકભાઇ હાજીભાઇ નારેજા ઉવ.૨૮ રહે.મોરબી લીલાપર રોડ ચાર માળીયા બી-૦૫ને પકડી લેવામાં આવ્યા હતા. પોલીસે જુગારના પટ્ટમાંથી રોકડા રૂ.૨,૯૦૦/- જપ્ત કરી તમામ જુગારીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.