મોરબીની નહેરૂગેઈટના ચોકની અંદર દોઢ થી બે લાખના ખર્ચે શૌચાલયો બનાવવામાં આવ્યા છે.પરંતુ શૌચાલયોમાં કોઈ જવા પણ રાજી નથી. તેવો ગંદકીનો રાફળો ત્યાં જોવા મળી રહ્યો છે. પ્રજાના પૈસાનો ધુમાળો કરવામાં આવ્યો હોવાના આક્ષેપ સાથે મોરબીના સામાજિક કાર્યકરો દ્વારા આજ રોજ મોરબી નગરપાલિકાનાં ચીફ ઓફિસર, કલેક્ટર, વહીવટદાર અને ધારાસભ્ય કાન્તિભાઈ અમૃતીયાને રજૂઆત કરવામાં આવી હતી.
સામાજીક કાર્યકર રાજુભાઈ દવે, જગદીશભાઇ બાંભણીયા, સેતા ચિરાગ મનોજભાઈ, રાણેવાડીયા દેવેશ મેરૂભાઈ, મુસાભાઇ બ્લોચ સહિતનાઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે, મોરબીનાં નહેરૂ ગેઇટના ચોકમાં શૌચાલય ખંઢેર હાલતમાં છે. એક બાજુ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એમ કહે છે કે ઘર ઘર શૌચાલયો તો બીજી બાજુ નહેરૂ ગેઇટના ચોકની અંદરજ શોભાના ગાંઠીયા જેવું ખંઢેર હાલતમાં શૌચાલયો છે. ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ કહે છે કે ઘેર ઘેર જાહેર શૌચાલયો બનાવો તો લાખોના ખર્ચે શૌચાલયો બનાવ્યા હોવા છતા તમામ શૌચાલયો ખંઢેર હાલતમાં છે અને કોઇ દેખભાળ કરવા વાળા પણ અહીંયા નથી. તો અહીંય કોઈ પ્રાઇવેટ પાર્ટીને આ શૌચાલયોનું મેનેજમેન્ટ આપી દો જેથી કરીને અહીંય શૌચાલયો સાફ-સફાઇ થાય અને ગંદકી ન થાય અને કોઇ વસ્તુની ચોરી પણ ન થાય કેમ કે હવે તો મોરબી શહેરને મહાનગરપાલીકાનો દરજજો આપવામાં આવેલ છે. પરંતુ અહીંયા તો પ્રાથમિક સુવિધાઓથી પણ આમજનતા વંચીત છે. તો તાત્કાલીક ધોરણે શૌચાલયોને સાફ-સફાઈ કરાવો અને કોઈ પ્રાઇવેટ પાર્ટીને સોપો જેથી કરીને રેગ્યુલર સાફ-સફાઈ થાય અને ગામડા તથા શહેરની આમ મહિલાઓને તકલીફ ન પડે. તેમ સામાજિક કાર્યકરોએ જણાવ્યું હતું.