મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીની સુચના અને ડી.વાય.એસ.પી. એસ.એચ સારડાના માર્ગદર્શન હેઠળ પ્રોહીબીશનન ગણનાપાત્ર કેશોના પકડવા પરના બાકી આરોપીને ગુન્હાના કામે પકડી ધોરણસર કાર્યવાહી કરવાની સુચના થઈ આવેલ હોય જે અનુસંધાને કામગીરી કરતા દરમિયાન ટંકારા પોલીસ દ્વારા ટંકારામાં પ્રોહીબીશનના ગુન્હાના ફરાર આરોપીને રાજસ્થાન ખાતેથી પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, ટંકારા પો.સ્ટે ગુ.ર.નં- ૧૧૮૯૦૦૬ ૨૪૦૪૦૭/૨૦૨૪ પ્રોહી કલમ-૬૫.એ.ઇ.૧૧૬બી.૮૧,૯૮(૨) મુજબના ગુન્હામાં ફરાર આરોપી ચેતનભાટી ઉદયરામ ભાટી (રહે- ઠીકરાણા મેંદરતન જી-બ્યાવર રાજસ્થાન)ને ગુન્હાના કામે પકડવાનો બાકી હોય જેથી ટંકારા પોલીસની ટિમને તપાસમા રાજસ્થાનના જી-બ્યાવર ખાતે મોકલતા આરોપીને સ્થાનીક પોલીસની મદદથી પકડી ટંકારા પોલીસ સ્ટેશન લઈ આવી કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે.
આ કામગીરીમાં પીઆઈ કે.જી.મોડ, પીએસઆઈ એમ.જે.ધાંધલ તેમજ હેડ કોન્સ્ટેબલ શાહીદ બસારતઉલ્લા સિદ્દીકી,મહિપતસિંહ સોલંકી સહિતના જોડાયા હતા.