Friday, November 15, 2024
HomeGujaratવાંકાનેરના માટેલ રોડ ઉપર સીરામીક ફેક્ટરીમાંથી થર્મોકપલના પ્લેટીનિયમ તારની ચોરી કરનાર ત્રિપુટી...

વાંકાનેરના માટેલ રોડ ઉપર સીરામીક ફેક્ટરીમાંથી થર્મોકપલના પ્લેટીનિયમ તારની ચોરી કરનાર ત્રિપુટી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

ચોરીની ઘટનામાં કિલનની ઓફિસમાંથી થર્મોકપલ લઈ ફેક્ટરી બહાર લઇ આવતા હોવાનું સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ

- Advertisement -
- Advertisement -

વાંકાનેર તાલુકાના માટેલ રોડ ઉપર આવેલ સોલીજો વિટ્રીફાઇડ પ્રા.લી. નામના સીરામીક ફેક્ટરીમાં કિલન વિભાગની ઓફિસમાં રાખેલ ૪૫ થર્મોકપલમાંથી પ્લેટીનિયમ તારની ચોરી કર્યા અંગે ત્રણ વિરુદ્ધ ફેક્ટરીના ભાગીદાર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવતા હાલ આરોપીઓ પોલીસના હાથવેંતમાં હોય ત્યારે ત્રણેય આરોપીઓની અટકાયત કરવા તજવીજ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર મૂળ ધોરાજી તાલુકાના જાંજમેર ગામના વતની હાલ મોરબી-૨ દેવદર્શન એપાર્ટમેન્ટ ૩૦૧માં રહેતા રેનીશકુમાર કાંતીભાઇ કાથરોટીયા ઉવ.૪૫ એ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં આરોપી દિવ્યેશભાઇ રાયસીંગભાઇ ઝાલા રહે.ધામળેજ તા.સુત્રાપાડા જી.ગીરસોમનાથ, મંતવ્ય નાથાભાઇ મોરી રહે.કાજ તા.કોડીનાર જી.ગીરસોમનાથ તથા મિતકુમાર રાયસિંહભાઇ પરમાર રહે.કાજ તા.કોડીનાર જી.ગીરસોમનાથ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે માટેલ રોડ ઉપર સોલીજો વીટ્રીફાઇડ નામની સીરામીક ફેક્ટરી ગત તા.૩૦ જૂન થી મેન્ટેનન્સ સબબ શટડાઉન લીધેલ હોય જે બંધ ફેક્ટરીમાં ગઈ તા.૨૮/૦૭ ના રોજ મોડી રાત્રીના ઉપરોક્ત ત્રણેય આરોપીઓએ એકબીજાની મદદગારીથી કિલન વિભાગમાં આવેલ કિલન-ઓફિસમાં રાખવામાં આવેલ ૪૫ નંગ થર્મોકપલમાંથી પ્લેટીનિયમ તાર જે એક થર્મોકપલમાં ૧.૨૫ ગ્રામ વજન અને પ્લેટીનીયમ ૧ ગ્રામની કી.રૂ.૫૫૦૦/- લેખે કુલ ૪૫ થર્મોકપલમાં કુલ ૫૬.૨૫ ગ્રામની કુલ કી.રૂ.૩,૦૯,૩૭૫/- ની ચોરી કરી લઇ ગયા હોવાની ફરિયાદ નોંધાવતા હાલ વાંકાનેર તાલુકા પોલીસે ત્રણેય આરોપીઓ સામે ગુનો નોંધી તેઓને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!