ચોમાસામાં ભારે વરસાદથી જર્જરિત મકાન પડી જવાની ઘટનાઓ બનતી હોય છે. જેને લઇને કોઈ અનીચ્નીય બનાવ ન બને તે માટે મોટી માધાણી શેરીનાં રહીશો દ્વારા મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસરને તેમના વિસ્તારમાં આવેલ એક જર્જરિત ઇમારત તોડી પાડવા આવેદન પાઠવ્યું છે. તેમજ આ ઇમારતના કારણે કોઈ જાનહાની ન થાય તે માટે કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી છે.
મોરબીનાં મોટી માધાણી શેરીનાં રહીશો દ્વારા મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસરને પાઠવવામાં આવેલ આવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે, અમે અમારી શેરીમાં આવેલ આ ભયાનક મિલકતના કારણે સતત ભયમાં જીવીએ છીએ. હાલવા ચાલવાના રસ્તા પર ઝાડ ઉગી નીકળેલ છે. તથા એ ઝાડ એટલા નીચા આવી ગયા છે. લોકોના માથામાં ભટકાય છે. તથા ઝાડની ડાળીઓ ખરવાથી આ જર્જરિત મકાનની પારાપેટ તથા અન્ય ડાળીઓ ત્યાંથી પસાર થતા લોકો પર પડે છે. તથા આ બંધ જર્જરિત મકાન પણ નામી ગયેલ છે. અને ગમે ત્યારે તૂટે તેમ છે. તેવી ભયજનક શક્યતા છે. નાના બાળકો, વૃદ્ધો તથા અન્ય રાહદારીઓ સતત ભયમાં આ મિલકત નીચેથી પસાર થવા મજબુર બન્યા છે. અને ગમે ત્યારે જાનહાની સર્જાય તેવો ભય રહે છે. જેથી આ મિલકતને લઈ થતા ધોરણસરની કાર્યવાહી કરવા સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી છે.