રાજકોટ રેન્જ આઇ.જી. અશોકકુમાર યાદવ તથા મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીએ નાસતા ફરતા, પેરોલ જમ્પ, જેલ ફરારી આરોપીઓને પકડી પાડવા સૂચન કરેલ હોય જે અન્વયે કામગીરી કરતા દરમિયાન પેરોલ ફર્લો સ્કોડ, મોરબી દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના વિશ્વાસઘાત છેતરપીંડીના બે ગુનાઓમાં છેલ્લા ૧૭ વર્ષથી નાસતા ફરતા આરોપીને ગાંધીનગરથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી પેરોલ ફર્લો સ્કોડની ટીમ નાસતા ફરતા આરોપીઓને પકડવા સારૂ પ્રયત્નશીલ હતી. તે દરમ્યાન પેરોલ ફર્લો સ્ટાફના માણસોને ખાનગીરાહે હકિકત મળેલ કે, મોરબી સીટી એ ડિવિઝનના એમ.કેસ.નંબર-૨૮/૨૦૦૭ આઇ.પી.સી.કલમ-૪૦૬,૪૨૦ તથા એમ.કેસ.નંબર-૨૯/૨૦૦૭ આઇ.પી.સી.કલમ-૪૦૬,૪૨૦ વિ. મુજબના ગુનાનો નાસતો ફરતો આરોપી હીતેષભાઇ ધીરૂભાઇ પટેલ (રહે. નીકોલ આકાંક્ષા બંગ્લોઝ બાપુનગર અમદાવાદ) હાલે ગાંધીનગર, પાલમ રોડ, સરધાસણ ખાતે આવેલ સ્વીટસુક એપાર્ટમેન્ટ નેનોસીટી ખાતે હાલમાં આવેલ હોવાની ચોકકસ હકિકત મળતા તુરત જ પેરોલ ફર્લો સ્કોડની ટીમ બનાવી ગાંધીનગર જિલ્લાના ઇન્ફોસીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં હકિકત વાળી જગ્યાએ તપાસ કરતા ઉપરોકત બન્ને ગુનાઓમાં નાસતો ફરતો આરોપી હીતેષભાઇ ધીરજલાલ સીરોયા (રહે. હાલ નાગપુર કામતી રોડ, ઓરેન્જસીટી બી/૫૪ જી.નાગપુર (મહારાષ્ટ્ર) મુળ ગામ કમી (કેરાળા) તા. ધારી જી.અમરેલી) મળી આવતા આરોપીને હસ્તગત કરી પેરોલ ફર્લો સ્કોડ, મોરબીની કચેરી ખાતે લાવી પુછપરછ કરતા આરોપીએ આ ગુનાઓ આચરેલાની કબુલાત આપતા આરોપીની અટક કરી આગળની કાર્યવાહી અર્થે મોરબી સીટી એ ડિવિઝન પોલીસને સોપવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.