ટંકારા તાલુકાના મોટા ખિજડીયા ગામના ગૌસાઈ સંતોષકુમાર કેશુગર સીઆરપીએફ ફોજી તરીકે ફરજ નિવુત થતા માદરે વતન આવી પહોંચતા નગરજનોએ આવકારવા અનોખું આયોજન કર્યું હતું. સેવા નિવૃત્ત થઈ ફૌજી વતને પહોંચ્યા ભવ્ય સ્વાગત કરી ફૂકેલું યોજવામાં આવ્યું હતું.
ટંકારા તાલુકાના ખીજડીયા ગામના સંતોષ કુમાર કેશુગર સીઆરપીએફમાં ફૌજી તરીકે સેવા બજાવી વિર જવાન દેશ કાજેથી પરત ફર્યાનું ગૌરવ ગણી સમસ્ત ગામજનો દ્વારા જવાનને ધોડે બેસાડી ગામમાં ફુલેકું ફેરવવામાં આવ્યું હતું. ગામના જ ફૌજી મોહબતસિંહના માર્ગદર્શન હેઠળ તૈયાર થઈ સંતોષકુમાર 2002ની ભરતીમાં ફોજમાં જોડાયા હતા. નાગપુર ટ્રેનિંગ પુર્ણ કરી 2004 માં પ્રથમ પોસ્ટિગ આશામ થયું હતું. ત્યારબાદ જમ્મુ કાશ્મીર, મણીપુર, નાગાલેંડ, ઉતર પ્રદેશ, મેધાલય, બિહાર, પશ્ચિમ બંગાળ અને છેલ્લે 65 બટાલિયન હેડ કોન્સ્ટેબલ છતીસગઢમાં સેવા બજાવી સેના નિવુત થયા હતા. ત્યારે 22 વર્ષની સેના જીવન સૌથી ગૌરવ દિવસની વાત કરતા ફૌજી સંતોષકુમારે જણાવ્યું હતું કે અમરનાથ યાત્રા દરમિયાન ગુજરાતની બસ ઉપર થયેલ હુમલા વખતે પોતે કંથા ચોકમાં પોસ્ટિગમાં હતા. અને દર્શનાર્થી કાજે સેવાનો સૈનિક તરીકે લાભ મળ્યો હતો. હરીદ્રાર કુંભ મેળામાં ફૌજી તરીકે કમાન તથા ઉગ્રવાદી અને નકશલવાદ સાથે બાથ ભીડી હતી ઉપરાંત ગુજરાતના અમદાવાદ ખાતે રેપિડ એક્શન ફોર્સ પેરામિલેટ્રીની યાદો આજીવન વાગોળવા લાયક ગણાવી હતી. તેમજ દરેક યુવાને ફોજ થકી ડિસિપ્લિન તથા રાષ્ટ્રીય ભાવના માટે ફોજમાં જોડાવું જોઈએ તેમ જણાવ્યું હતું. અને આવા ઉમદા અને અદકેરા આવકારના કાર્યક્રમ માટે જન્મભૂમિના નગરજનોનો આભાર વ્યક્ત કર્યો હતો.