રાજકોટ રેન્જ આઈજી અશોક કુમાર યાદવ દ્વારા દારૂ-જુગારની ગેરકાયદેસર પ્રવુત્તીને નેસ્ત નાબુદ કરવા અને પરીણામ લક્ષી કામગીરી કરવા સુચના આપેલ હોય જે અન્વયે કામગીરી કરતા દરમિયાન દસાડા પોલીસ દ્વારા વણોદ ગામે જાહેરમાં ગંજીપાનાનો જુગાર રમતા કુલ છ ઇસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરેન્દ્રનગર જીલ્લામાંથી દારૂ/જુગારની બદી સંપુર્ણપણે નેસ્તનાબુદ કરવા અલગ અલગ ટીમો બનાવી પરીણામલક્ષી કાર્યવાહી કરવા સુચના મળતા દસાડા પોલીસની ટીમ વણોદ ગામે પેટ્રોલીંગમા હતી. તે દરમિયાન તેઓને ખાનગી રાહે બાતમી મળેલ કે, વણોદ ગામમા આવેલ પીપળીયાવાસમાં જાહેરમાં અમુક ઇસમો ગોળ કુંડાળુ વાળી પૈસાની હારજીતનો તીન પત્તીનો જુગાર રમી રહ્યા છે. જેથી તાત્કાલીક બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા સ્થળ પરથી આરોપીઓ વિરમભાઇ રતાભાઇ લેંચીયા, રામજીભાઇ નાનુભાઇ મારસુણ, રીયાજભાઇ ઉસ્માનભાઇ જુણેજા, સોંડાજી હિરાજી રણૉદરા, જીતુભાઇ ભગવાનભાઇ દસાડીયા તથા આસીફભાઇ ઉસ્માનભાઇ કુરેશીને ગંજીપાનાના પાના વડે તીનપતીનો પૈસાની હારજીતનો જુગાર રમતા રોકડ રકમ રૂ.૩૪,૮૦૦/- તથા ગંજી પતાના પાના તથા ૨ મોબાઇલ જેની કિંમત રૂ.૫,૫૦૦/- એમ કુલ રૂ.૩૯,૮૦૦/-ના મુદામાલ સાથે પકડાતા પોલીસે મુદામાલ કબજે કરી તમામ આરોપીઓ વિરુધ્ધ દસાડા પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળનો ગુનો રજી કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામા આવી છે.