સુરેન્દ્રનગર જિલ્લા એસ.પી. ડો.ગીરીશ પંડયાએ સુરેન્દ્રનગર જીલ્લામાંથી પ્રોહી/જુગારની બદી સંપુર્ણપણે નેસ્તનાબુદ કરવા અલગ અલગ ટીમો બનાવી પરીણામલક્ષી કામગીરી કરવા સુચના આપેલ હોય જે અન્વયે કામગીરી કરતા દરમિયાન ઝીંઝુવાડા પોલીસ ટીમ દ્વારા સુરેન્દ્રનગર જીલ્લાના રોઝવા ગામે જુગાર રમતા ચાર ઇસમોને રૂપિયા ૧૦૨૭૦/-ના મૂદામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, ઝીંઝુવાડા પોલીસ ટીમ ગઈકાલે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન રોઝવા ગામે બસ સ્ટેન્ડ પાસે પહોચતા તેઓને ખાનગી બાતમીદારથી હકીકત મળેલ કે રોઝવાના ગામના નીકુભા ભગવાનસિંહ ઝાલા (રહે.રોઝવા) શકિતમાતાના મંદીર પાસે ખુલ્લી જગ્યામાં ઘોડી-પાસા વડે અલગ અલગ ચિત્ર દોરેલ પાથરણા ઉપર પૈસા મુકી પૈસાની હાર-જીત કરી જુગાર રમી રમાડે છે. જે બાતમી હકીકત મળતા રેઇડ દરમ્યાન નીકુભા ભગવાનસિંહ ઝાલા, દશરથસિંહ બાલુભા ઝાલા, નવુભા દાનસંગ ઝાલા તથા છનુભા વીનુભા ઝાલા ઘોડી પાસનો હારજીતનો જુગાર રમતા હોય જે રોકડ રૂપીયા ૧૦૨૭૦/- ના મૂદ્દામાલ સાથે પકડી પાડી ચારેય ઇસમો વિરુધ્ધ ગુન્હો દાખલ કરીગુન્હાની આગળની તપાસ તજવીજ પોલીસ હેડ કોન્સ્ટેબલ કે.આર.અસારી ચલાવી રહ્યા છે.