વાંકાનેરના તરકીયા ગામે વાડી ખેતરના શેઢે તથા રસ્તા ઉપર રેતીના ઢગલા કરવાની ના પાડતા ઉશ્કેરાયેલા પાંચ શખ્સોએ વાડી ખેતરમાં રહેતા એક જ પરિવારના ત્રણ સભ્યોને લાકડી-ધોકાથી બેફામ માર મારવામાં આવતા વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં પાંચ શખ્સો સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર વાંકાનેર તાલુકાના તરકીયા ગામની સીમમા વાડી વિસ્તારમાં રહેતા અશોકભાઈ અરજણભાઈ ડાભી ઉવ.૪૫ પોતાના પરિવાર સાથે રહે છે ત્યારે અશોકભાઈને તરકીયા ગામે સોખડો નામની સીમમાં વાડી ખેતર આવેલ છે જે વાડી ખેતરના શેઢે ગત તા.૧૩/૦૮ના રોજ સાંજે તરકીયા ગામમાં રહેતા શખ્સો જગા વજુ ભરવાડ, સંજય ભના ભરવાડ, નાથા વાઘા ભરવાડ તથા ચેતા વજુ ભરવાડ રેતીના ઢગલા કરતા હોય જેથી અશોકભાઈએ તેને ખેતરના શેઢે રેતીના ઢગલા કરવાની ના પાડતા ઉપરોક્ત શખ્સોને સારું નહીં લાગતા એકદમ ઉશ્કેરાઈ જઈ પ્રથમ અશોકભાઈને લાકડી તથા ધોકા વડે માર મારવા લાગતા વચ્ચે છોડાવવા આવેલ અશોકભાઈના ભાઈ હરેશભાઇ તથા અશોકભાઈના પુત્ર વિજયને પણ આ શખ્સો દ્વારા બેફામ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જેથી અશોકભાઈએ કુલ પાંચ શખ્સો (૧)જગા વજુ ભરવાડ (૨)સંજય ભના ભરવાડ (૩)નાથા વાઘા ભરવાડ (૪)ચેતા વજુ ભરવાડ (૫)હાથી ખીમા ભરવાડ રહે બધા તરકીયા તા.વાંકાનેર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવતા હાલ પોલીસે પાંચેય આરોપીઓ સામે ગુનો નોંધી તમામ આરોપીઓની અટકાયત કરવા તજવીજ હાથ ધરી છે.