હાલ શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે રાષ્ટ્રીય પર્વ સ્વાતંત્ર્ય દિવસ બને સાથે આવી જતા મંદિરો ખાતે સ્વાતંત્ર્ય પર્વની ધામધુમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ટંકારા શહેરનું પૌરાણિક શિવાલય શિવ ભક્તિ સાથે રાષ્ટ્ર ભક્તિથી ગુંજી ઉઠયું હતું. નિલકંઠ મહાદેવ મંદિરમાં 78 માં સ્વતંત્રતા દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.
મળતી માહિતી અનુસાર, શ્રાવણ માસમાં ભક્તો શિવની પૂજા અને આરાધના કરતા હોય છે. ત્યારે રાષ્ટ્રીય પર્વ સ્વાતંત્ર દિવસની મંદિરો ખાતે પણ ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે ટંકારા શહેરના મધ્યે પૌરાણિક શિવાલયમાં ઝેરને જીરવી જનાર નિલકંઠ મહાદેવ મંદિરે રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્ર ભક્તિના ગીતો વગાડવામાં આવ્યા હતાં. ભક્તજનોના હૃદયમાં શિવ ભક્તિ સાથે રાષ્ટ્રભક્તિ પણ જરૂરી છે તેમ માની મહંત સતિષગિરી નારણગિરીએ હિંડોળા ગર્ભગૃહ સહિતનાને ત્રિરંગાનો શ્રીગાર સર્જ્યો હતો. જેથી શ્રાવણ માસમાં ભક્તો શિવ ભક્તિ સાથે દેશભક્તિના રંગે રંગાયા હતા.