સતામા રહેલી સહયોગ પેનલ ટ્રેકટર નિશાન સાથે મેદાનમાં ઉતરી હતી જેને કળશના નિશાન વાળી યુવા પેનલે પછડાટ આપી ઐતિહાસિક જીત મેળવી
ટંકારા તાલુકાના હરબટીયાળી ગામે 15 ઓગસ્ટે જુથ સેવા સહકારી મંડળીની ચુંટણી યોજવા અગાઉ થયેલ જાહેરનામા મુજબ નાન અનામત સહિતના 20 સદસ્યો માટે બે પેનલ મેદાનમાં ઉતરી હતી જે પૈકી વર્તમાન સતામા રહેલી 3 દાયકા સુધી સહકારી મંડળીના સભ્યો પૈકીની સહયોગ પેનલ ટેકટર નિશાન સાથે તો સામે બંડ પોકારી સતાની નારાજગી દર્શાવી પરીવર્તન માટે યુવા પેનલ કળશ નિશાન સાથે મેદાનમાં આવતા સહકારી મંડળીની ચુંટણી ભારે રસાકસી ભરી બની રીતસર મતદારો માટે પ્રચાર અને મનામણા ચાલ્યા હતા ખેંચતાણ ના અંતે સહકાર પેનલના 20 સભ્યો જ્યારે યુવા પેનલ માથી 19 સભ્યો માટે હરબટીયાળી મિતાણા (પ્રભુનગર) ધોલિયા હરીપર (ભુતકોટડા) ગામના 1600 જેટલા સભાસદો પૈકી 1470 જેટલા ખાતેદારોએ ધિગુ મતદાન કર્યું હતું. ઉચ્ચા મતદાન બાદ આજે 16 ઓગસ્ટ ને શુક્રવારના સવારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે હરબટીયાળી ખાતે ચુંટણી અધિકારી સહિતના કર્મચારીઓ વચ્ચે મતગણના પુર્ણ થતા 5 :45 વાગ્યાના સુમારે જુની પેનલને પછડાટ આપી નવી યુવા પેનલ અગ્રેસર રહી તમામ 19 સભ્યો એકાદસો મતથી આગળ રહી ઐતિહાસિક જીત મેળવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે સહકારી મંડળીની ચુંટણી પણ હવે મોટી ચુંટણી માફક રંગેચંગે થતી હોય એમ પોતાનુ પ્રતીનિધીત્વ વધારવા કુટુંબ જુથ આગળ આવે છે. હરબટીયાળી મંડળી ચુંટણી મા યુવાનો આગળ આવી વડીલોને માત આપી હોય એવો ઘાટ સર્જાયો હતો જોકે કળશનો એક સભ્ય ઉભો રહો ન હતો ત્યા ટેકટરે ખેડ કરી સંપુર્ણ સફાયામાથી બચાવ્યા હતા.