Friday, January 10, 2025
HomeGujaratમોરબી ,ટંકારા અને વાંકાનેરમાં ધમધમતા જુગારના હાટડાઓ પર પોલીસનો સપાટો:તીનપત્તીનો જુગાર રમતા...

મોરબી ,ટંકારા અને વાંકાનેરમાં ધમધમતા જુગારના હાટડાઓ પર પોલીસનો સપાટો:તીનપત્તીનો જુગાર રમતા ૨૦ ઝડપાયા:બે ફરાર

મોરબીમાં હાલ શ્રાવણીયા જુગારની મોસમ ખીલી છે ત્યારે પોલીસે મોરબી શહેર તેમજ વાંકાનેર તથા ટંકારામાં જુગારના દરોડા કરી જુગારના રંગમાં ભંગ કર્યો છે.જેમાં વરલીફીચર્સના આંકડાનો અને તીનપત્તીનો જુગાર રમતા કુલ ૨૦ જુગારીઓને ઝડપી લેવામાં આવ્યા છે જ્યારે બે શખ્સો દરોડા દરમિયાન ભાગી છૂટ્યા હતા.

- Advertisement -
- Advertisement -

જુગારના અલગ અલગ દરોડાની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી વીસીપરા કુલીનગર-૨માં જાહેરમાં જુગાર રમતા હસનભાઇ સુલેમાનભાઇ નંગામરા ઉવ.૨૮ રહે.વીસીપરા મદીના સોસાયટી, શબ્બીરભાઇ હારૂનભાઇ માણેક ઉવ.૨૮ રહે.વીસીપરા વિજયનગર પ્રકાશ પાર્ક મોરબી, સદામ ઉર્ફે મોસીન હાજીભાઇ જીંગીયા ઉવ.૩૪ રહે.વીસીપરા ઉજાલા ડેરીની બાજુમાં, સાજીદભાઇ અબ્દુલભાઇ સુમરા ઉવ.૨૬ રહે.વીસીપરા ફુલછાબ કોલોની, હુશેનભાઇ જાકુબભાઇ કચ્ચા ઉવ.૩૦ રહે.વીસીપરા કુલીનગર ૨ મોરબી, સાહીલભાઇ મહેબુબભાઇ મોવર ઉવ.૨૫ રહે. વીસીપરા કુલીનગર ૨ મોરબી, મુસ્તાકભાઇ હુશેનભાઇ સુમરા ઉવ.૨૨ રહે. વીસીપરા રમેશ કોટન મીલની ચાલીવાળાની અટક કરી રોકડા રૂપિયા ૩૨,૪૨૦/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

જ્યારે બીજા દરોડામાં વીસીપરા લાઇન્સનગરમાં મોરબી બી ડિવિઝન પોલીસે દરોડો પાડી તીનપત્તીના જુગારની મજા માણી રહેલા લક્ષ્મણભાઇ રવજીભાઇ રેસીયા ઉવ.૨૮ રહે.લાયન્સનગર, પંકજભાઇ જીવરાજભાઇ પરમાર ઉવ.૨૬ રહે. વિજયનગર શેરી નં.૨ વીસીપરા મોરબી તથા કલ્પેશભાઇ સવજીભાઇ રેસીયા ઉવ.૨૨ રહે.લાયન્સનગરવાળાને કુલ રોકડા રૂ.૧૩,૭૭૦/-સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. જ્યારે ત્રીજા દરોડાની વિગત મુજબ મોરબીના શોભેશ્વર રોડ ઉપર કનૈયા પાનની સામે રોડ ઉપર જાહેરમાં વર્લીમટકાના આંકડાઓ ચિઠ્ઠીમાં લખી વરલીફીચર્સનો પૈસાની હારજીતનો જુગાર રમી રમાડતા અફજલભાઇ અકબરભાઇ સમા ઉવ.૨૬ રહે. સો-ઓરડી શેરી નં.૬ મોરબી-૨વાળાને આકડાંના જુગાર રમવાનું સાહિત્ય તથા રોકડ રૂ.૧,૨૬૦/-ના કુલ મુદ્દામાલ સાથે બી ડિવિઝન પોલીસે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ ઉપરાંત ચોથા જુગારના દરોડામાં વાંકાનેરમાં મીલ પ્લોટ ડબલચાલીમાં જાહેરમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગારની બાઝી માંડી બેઠેલા સીંકદરભાઇ રાયધનભાઇ મોવર ઉવ.૩૯ રહે.વાંકાનેર વીશીપરા, આશીફ ઉર્ફે ઢબુ ગુલામભાઇ સામતાણી ઉવ.૨૨ રહે.વાંકાનેર મીલપ્લોટ, અબ્દુલભાઇ ઉર્ફે અબુ રહીમભાઇ બાબરીયા ઉવ.૩૨ રહે.વાંકાનેર મીલપ્લોટ, સુભાનભાઇ રહીમભાઇ મોવર ઉવ.૩૦ રહે.વાંકાનેર મીલપ્લોટ, મયુરભાઇ હેંમતભાઇ સોલંકી ઉવ.૩૩ રહે.વાંકાનેર મીલપ્લોટવાળાને રંગે હાથ ઝડપી લેવામાં આવ્યા છે. પોલીસે જુગારના પટ્ટમાંથી રોકડા ૧૨,૧૦૦/- કબ્જે કર્યા હતા.

જુગારના પાંચમા દરોડામાં ટંકારાના ઓટાળા ગામે પૂર્વ બાતમીને આધારે ટંકારા પોલીસ ટીમે રેઇડ કરતા ઓટાળા ગામના કોળીવાસમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે તીનપત્તીનો જુગાર રમતા કુલ ૬ પૈકી ૨ આરોપી ભાગી છૂટ્યા હતા. જેમાં અજયભાઇ બાબુભાઇ છીપરીયા ઉવ.૩૩ રહે.ઓટાળાગામ કોળીવાસ તા.ટંકારા, ધારેશભાઇ હેમતભાઇ છીપરીયા ઉવ.૩૫ રહે.ઓટાળાગામ કોળીવાસ તા.ટંકારા, નવઘણભાઇ નથુભાઇ છીપરીયા જાતે-કોળી ઉ.વ.-૨૮ રહે.ઓટાળાગામ કોળીવાસ તા.ટંકારા, ચંદુભાઇ મેરાભાઇ ગોલતર જાતે-ભરવાડ ઉવ.૪૦ રહે.ઓટાળાગામ કોળીવાસ તા.ટંકારાને ઝડપી લેવામાં આવ્યા છે જ્યારે બે આરોપી ચતુરભાઇ રમેશભાઇ છીપરીયા રહે.ઓટાળાગામ તા.ટંકારા, કેતનભાઇ ઉર્ફે કનજી જીણાભાઇ છીપરીયા રહે.-ઓટાળાગામ તા.ટંકારાવાળા પોલીસને આવતી જોઈ નાસી જવામાં સફળ થયા હતા. ત્યારે પોલીસે સ્થળ ઉપરથી રોકડા રૂ.૧૦,૭૫૦/-જપ્ત કર્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!